પ્રવેશ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ઓફિશિયલ નોટીફિકેશન Ahmedabad Municipal Corporation Recruitment 2023

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદ ખાતે વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૦૫/૦૬/૨૦૨૩ દરમ્યાન અરજી કરી શકશે. આ ભરતીની વિગતે માહિતી નીચે આપેલ છે.

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
જાહેરાત નંબર08 થી 16 । 2023-24
કુલ જગ્યાઓ368
અરજી કરવાની છેલ્લી તારીખ05/06/2023
ઓફિસીયલ વેબસાઈટhttp://www.ahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની વિગતે માહિતી

૧. ગાયનેકોલોજીસ્ટ

જગ્યાની સંખ્યા : ૧૧

લાયકાત : એમ.ડી (ગાયેનેકોલોજી), અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાયેનેકોલોજી

પગારધોરણ : લેવલ -૧૧ પે મેટ્રીક્સ રૂ. ૬૭૭૦૦-૨૦૮૭૦૦ ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૨. પીડીયાટ્રીશ્યન

જગ્યાની સંખ્યા : ૧૨

લાયકાત : એમ.ડી (પિડિયાટ્રીક્સ), અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પિડિયાટ્રીક્સ

પગારધોરણ : લેવલ -૧૧ પે મેટ્રીક્સ રૂ. ૬૭૭૦૦-૨૦૮૭૦૦ ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૩. મેડીકલ ઓફિસર

જગ્યાની સંખ્યા : ૪૬

લાયકાત : માન્ય યુનિ.માંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઈન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજિયાત

પગારધોરણ : લેવલ -૯ પે મેટ્રીક્સ રૂ. ૫૩૧૦૦-૧૬૭૮૦૦ ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૪. એક્સ રે ટેકનિશિયન

જગ્યાની સંખ્યા : ૦૨

લાયકાત : માન્ય યુનિ.માંથી બી.એસ.સી ફિઝિક્સ કરેલુ હોવું જોઈએ. એક્સ રે ટેકનિશિયનો માન્ય સંસ્થામાંથી કોર્ષ કરેલ હોવો જોઈએ. તેમજ બે વર્ષનો અનુભવ

પગારધોરણ : પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ. ૩૮૦૯૦/-

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૫. લેબ ટેકનિશિયન

જગ્યાની સંખ્યા : ૩૪

લાયકાત :

  • બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે. માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી.
  • ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફિકેટ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
  • ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનિશિયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

પગારધોરણ : પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ. ૩૧૩૪૦/-

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૭. સ્ટાફનર્સ

જગ્યાની સંખ્યા : ૦૯

લાયકાત :

  • ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ) ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.

અથવા

  • જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો ડિપ્લોમા ધરાવનાર.

અથવા

મીડવાઈફરીનો ટુંકાગાળાનો કોર્ષ કરેલો હોવો જોઈએ.

  • કોમ્પ્યુટરની ક્વોલીફાઈડ પરીક્ષા પાસ કરી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • અંગ્રેજી ગુજરાતી અને હિંન્દી લખતા, વાંચતા, બોલતા આવડવું જોઈએ.

પગારધોરણ : પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ. ૩૧૩૪૦/-

વયમર્યાદા : વધુમાં વધુ ૩૩ + ૧ વર્ષ

૮. ફિમેલ હેલ્થ વર્કર

જગ્યાની સંખ્યા : ૫૫

લાયકાત :

  • ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એ.એન.એમ./એફ.એચ.ડબલ્યુ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
  • ધોરણ-૧૦ અથવા ૧૨ માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝિક કોમ્પ્યુટર સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.

પગારધોરણ : પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ. ૩૮૦૯૦/-

વયમર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ

૯. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

જગ્યાની સંખ્યા : ૧૬૬

લાયકાત :

  1. ગવર્મેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોષ પાસ અથવા એ.એન.એમ. કોષ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કોર્ષ પાસ.
  2. સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝિક કોર્ષ પાસ.
  3. અનુ. નં. ૧ અને ૨ મુજબની લાયકાત ધરાવતા અને સરકારશ્રીના આરોગ્ય વિભાગ હસ્તકના સંલગ્ન ખાતાઓ, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એમ.પી.એચ. ડબલ્યુ. તરીકેની કામગીરીનો અભુભવ ધરાવતાં ઉમેદવારોને તેઓના અનુભવના સર્ટીફિકેટના આધારે પ્રાધાન્ય આપવામાં આવશે.

પગારધોરણ : પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ.૧૯૯૫૦/-

વયમર્યાદા : વધુમાં વધુ ૩૫ + ૧ વર્ષ

અરજી ફી

  • બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૧૧૨/- ભરવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહિ ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો
અન્ય ભરતી કે યોજનાની માહિતી માટેઅહિ ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ થયાની તારીખ૧૫/૦૫/૨૦૨૩
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૫/૦૬/૨૦૨૩

ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ ઉમેદવારે www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply online પર ક્લિક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે. જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
  • ત્યારબાદ ઉમેદવારે સદર વેબસાઈટ પર જઈ PUBLIC INFORMATION – Recruitment link – Fees Payment માં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.
  • સબમીટ પર ક્લિક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment Link – Download Receipt માં જઈને ઓનલાઈન અરજીની રસીદ મેળવવાની રહેશે.

ટ્રેડિંગ

વધુ બતાવો...