ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજ્યની મહાનગર પાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ, સુલભ અને આરોગ્ય માળખું સુદઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેદ્ર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) નામનું અલગ માળખું ઉભું કરી નીચે જણાવ્યા મુજબની નિયમિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
જગ્યાની વિગતવાર માહિતી નીચે આપેલ છે.
મેડીકલ ઓફિસર
જગ્યાની સંખ્યા : ૮૭
લાયકાત : માન્ય યુનિ. માંથી એમ.બી.બી.એસ પાસ તથા ઈન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત.
પગારધોરણ : લેવલ-૯ પે મેટ્રીક્સ રુ.૫૩૧૦૦/૧૬૭૮૦૦ ની ગ્રેડમાં બેઝીક+નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં
વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહી.
લેબ ટેકનીશીયન
જગ્યાની સંખ્યા : ૭૮
લાયકાત : ૧. બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે, માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે.
૨. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડેકલ લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
૩. ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનીશિયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
પગારધોરણ : હાલ ફિક્સ વેતન ૩૧૩૪૦/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ લેવલ-૫ પે મેટ્રીક્સ રુ.૨૯૨૦૦/૯૨૩૦૦ ની ગ્રેડમાં બેઝીક+નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં
વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહી.
ફાર્માસીસ્ટ
જગ્યાની સંખ્યા : ૮૩
લાયકાત : માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ
પગારધોરણ : હાલ ફિક્સ વેતન ૩૧૩૪૦/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ લેવલ-૫ પે મેટ્રીક્સ રુ.૨૯૨૦૦/૯૨૩૦૦ ની ગ્રેડમાં બેઝીક+નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં
વયમર્યાદા : ૩૫+૧ વર્ષથી વધુ નહી.
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)
જગ્યાની સંખ્યા : ૪૩૫
લાયકાત : ૧. ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ/ એફ.એચ.ડબલ્યુ.
૨. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
૩. ધોરણ ૧૦ અથવા ૧૨ માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ..
પગારધોરણ : હાલ ફિક્સ વેતન ૧૯૯૫૦/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ લેવલ-૨ પે મેટ્રીક્સ રુ.૧૯૯૦૦/૬૩૨૦૦ ની ગ્રેડમાં બેઝીક+નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં
વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહી.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
જગ્યાની સંખ્યા : ૩૪૪
લાયકાત : ૧. ગર્વમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્ષ પાસ અથવા એ.એન.એમ. કોર્ષ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમાં અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.
૨. સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝિક કોર્ષ પાસ.
૩. અનું.નં ૧ અને ૨ મુજબની લાયકાત ધરાવતા અને સરકારશ્રીના આરોગ્ય વિભાગ હસ્તકના સંલગ્ન ખાતાઓ, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એમ.પી.એચ.ડબલ્યુ. તરીકેની કામગીરીનો અનુભવ ધરાવતાં ઉમેદવારોને તેઓના અનુભવના સર્ટીફીકેટના આધારે પ્રાધાન્ય આપવામાં આવશે.
પગારધોરણ : હાલ ફિક્સ વેતન ૧૯૯૫૦/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ લેવલ-૨ પે મેટ્રીક્સ રુ.૧૯૯૦૦/૬૩૨૦૦ ની ગ્રેડમાં બેઝીક+નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં
વયમર્યાદા : ૩૫+૧ વર્ષથી વધુ નહી.
અરજી ફી
બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૧૧૨ ભરવાના રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાના શરુ તારીખ : ૦૪/૦૯/૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૮/૦૯/૨૦૨૩