ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana in Gujarati) શરૂ કરવામાં આવેલી છે. આ યોજના થકી સરકાર દ્વારા મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હોવું જરૂરી છે.
માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજના રાષ્ટ્રિય આરોગ્ય નીતિનો એક ભાગ છે જેનો હેતુ યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) હાંસલ કરવાનો છે. દેશભર માં બધા નાગરિક ને આરોગ્ય ની સારવાર મળી રહે તેના માટે ચાલુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે.
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં ૧૦.૭૪ કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.
- કુટુંબ દીઠ વાર્ષિક રૂ. ૧૦ (દસ) લાખ સુધીનું આરોગ્ય કવચ.
- કુટુંબના સભ્યોની સંખ્યા અને ઉંમર પર કોઈ મર્યાદા નથી.
- આરોગ્યલક્ષી કેશલેસ સારવાર.
- પેહલા દિવસથીજ બધી જ બીમારીઓને આવરી લેવાય છે.
- કુલ- 2700 જેટલી નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર.
- હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ.
- યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા- જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/-ની સહાય.
આ યોજનાનો લાભ કોણ લઇ શકશે ?
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં ૪૪ લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને ૧૦૦ ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના :- સામજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના કુલ ૪૩.૮૪ લાખ પરિવારોનો સમાવેશ.
“મા” યોજના:- ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો.(૦ થી ૨૦ ના સ્કોર)
“મા વાત્સલ્ય” યોજના:-
- વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો
- ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો.
- માન્ય પત્રકારો.
- રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ.
- યુ-વીન કાર્ડ ધારકો.
- વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો.
- રાજ્ય સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીઓ.
- સામાજિક રીતે વંચિત જૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો અને ત્યક્તાઓ,સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકો )
- પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિકટીમ કોમ્પસેશન સ્કીમ-૨૦૧૯ના અસરગ્રસ્તો- રેપ વિકટીમ, એસિડ વિકટિમ, જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો)
- કોરોના વોરિયર્સના કુટુંબો (પોલીસ, સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારી)
- કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલાં બાળકો
યોજનાનો લાભ લેવા માટે કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?
આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય?
આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.
યોજનાનો લાભ કેવી રીતે મળશે?
આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.
આયુષ્માન મિત્ર કરશે મદદ
આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.
કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?
આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.
ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ, લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમા
આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે
મહત્વની લિંકો
આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન અરજી કરવા | અહિ ક્લિક કરો |
સરકારી વેબસાઈટની મુલાકાત માટે | અહિ ક્લિક કરો |
આયુષ્યમાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા | અહિ ક્લિક કરો |