જન્મનુ પ્રમાણપત્ર દરેક જગ્યાએ ઉપયોગી છે. કોઈપણ દાખલો કે સર્ટી કઢાવવું હોય તો જન્મ નો દાખલો ફરજિયાત માગે છે. પણ ઘણી વાર આ દાખલો કઢવવા માટે તમારે લાંબી લાઈનો માં ઉભા રહેવુ પડતુ હતુ પરંંતુ હવેથી આ દાખલો મળશે ઓનલાઈન એ પણ તમારા મોબાઈલમાં. જન્મના દાખલા માટે હએ તમે ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા આ પ્રમાણપત્ર મેળવી શકશો.
જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો
સરકાર | ગુજરાત સરકાર |
આર્ટિકલ નું નામ | જન્મ પ્ર્માણપત્ર ઓનલાઈન |
લાભાર્થી | ગુજરાતના નાગરિક |
સતાવાર વેબસાઈટ | https://eolakh.gujarat.gov.in/ |
ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે, જન્મ પ્રમાણપત્ર માટે બાળકના જન્મના 21 થી 30 દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી છે. બાળકના જન્મ સમયે રજીસ્ટ્રેશનમાં આપેલ મોબાઈલ નંબર અથવા અરજી નંબર યાદ રાખવા જરૂરી છે. જેના આધારે તમારા બાળકની ઓનલાઈન માહિતી તમને પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરશે જ્યારે તમે ઓનલાઈન પ્રમાણપત્ર મેળવવા માંગતા હોવ ત્યારે તમારે અમુક ચોક્કસ માહિતી ભરવાની જરૂર છે જેમાં તમારે એપ્લીકેશન નંબર અથવા ફોન નંબર નાખવાની જરૂર પડે છે.
ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?
Step -1 સૌ પ્રથમ તમારે ઓફિસિઅલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ ઓપન કરવી.
Step -2 ત્યારબાદ Download Online Certificate પર ક્લિક કરો.
Step -3 પછી આપેલ વિગતો ભરવી ત્યાર બાદ search Data પર ક્લિક કરવું.
Step -4 તમારો એપ્લીકેશન નંબર અથવા મોબાઈલ નંબર જે તમને યાદ હોય તે દાખલ કરો.
Step -5 હવે સર્ચ બટન પર ક્લિક કરો અને તમારા જન્મ પ્રમાણપત્રની તમામ માહિતી screen પર દેખાશે.
Step -6 ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમારું જન્મ પ્રમાણપત્ર તમારા મોબાઇલમાં પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક
જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા | અહિ ક્લિક કરો |
આવી બીજી અન્ય માહિતી માટે | અહિ ક્લિક કરો |
વોટ્સએપ ગૃપ જોઇન કરો | અહિ ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે?
- https://eolakh.gujarat.gov.in/
જન્મ ની નોંધણી કરાવ્યા બાદ કેટલા દિવસ માં પ્રમાણપત્ર આવી જાય છે ?
- જન્મ ની નોંધણી કરાવ્યા બાદ 21 દિવસ માં દાખલો મળી જાય છે.
જન્મ પ્રમાણપત્ર સેવા ક્યાં વિભાગ અંતર્ગત આવે છે?
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર