રાજ્ય સરકારની યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશ્ક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ્સ(GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ(GSDS), રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) શરૂ થનાર છે.
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઉપર મુજબની અને મોડેલ સ્કુલ્સ શાળાઓમાં ધોરણ-૬ માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS) શાળાઓમાં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
- જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS)
- જ્ઞાનશ્ક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ્સ(GSTRS)
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ(GSDS)
- રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS)
- મોડેલ સ્કુલ્સ (MS)
પ્રવેશ માટેની યોગ્યતા
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરની તમામ શાળાઓમાં ધોરણ-૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-૬ માં પ્રવેશ આપવામાં આવશે.
સ્વનિર્ભર/ખાનગી શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS)ના ધોરણ-૬ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષા ફી
આ કોમન પ્રવેશ પરીક્ષાની કોઈપણ ફી રહેશે નહી. (નિઃશુલ્ક રહેશે.)
પરીક્ષાનું માળખુ
પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question MCQ Based) રહેશે.
પરીક્ષાનું પ્રશ્નપત્ર | ૧૨૦ ગુણ |
સમય | ૧૫૦ મિનિટ (૨ કલાક ૩૦ મિનિટ) |
પરીક્ષાનું માધ્યમ | ગુજરાતી / અંગેજી ભાષા |
પરીક્ષાનો અભ્યાસક્રમ | ધોરણ-૫ના અભ્યાસક્રમ આધારિત |
વિષય | ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો રહેશે. |
વિષય તથા ગુણભાર
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
૧ | તાર્કિક ક્ષમતા કસોટી | ૩૦ | ૩૦ |
૨ | ગણિત સજ્જતા | ૩૦ | ૩૦ |
૩ | પર્યાવરણ | ૨૦ | ૨૦ |
૪ | ગુજરાતી | ૨૦ | ૨૦ |
૫ | અંગ્રેજી – હિન્દી | ૨૦ | ૨૦ |
કુલ | ૧૨૦ | ૧૨૦ |
પરીક્ષા કેન્દ્ર
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્રારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્રારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.
શાળા પસંદગી
આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ માટે કરવામાં આવેલ જોગવાઈ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે તે પ્રમાણે શાળાની પસંદગી આપવામાં આવશે. જે અંગે અલગથી પ્રવેશ સમયે સુચના આપવામાં આવશે.
ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- ઉપરોક્ત દર્શાવેલ પાંચ(૦૫) પ્રકારની શાળાઓમાં પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન શાળાના પ્રકારના વિકલ્પો પસંદ કરવાના રહેશે. અને એક જ વખત ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે.
- અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ(કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી.
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.
- આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૩ થી તા.૦૫/૦૪/૨૦૨૩ દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની રીત
- સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું.
- “Apply Online” પર ક્લિક કરવું.
- Apply Now પર ક્લિક કરવાથી એપ્લીકેશન ફોરમેટ દેખાશે. એપ્લીકેશન ફોરમેટમાં સૌ પ્રથમ Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો Auto Fill જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (લાલ * ફુંદડીની નિશાની જ્યાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
- કન્ફર્મ એપ્લીકેશન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે. ત્યારબાદ કન્ફર્મ નમ્બર જનરેટ થશે. જે આગળની કાર્યવાહી માટે ખુબ જ જરૂરી હોય સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્ર વ્યવહાર કે રજુઆત કરતી વખતે પોઆનો આ કન્ફર્મેશન નંબર દર્શાવવાનો રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષાનું જાહેરનામું ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
અરજી કરવા માટે | અહિ ક્લિક કરો |
ઓફીશિયલ વેબસાઈટ જોવા માટે | અહિ ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
જાહેરનામુ બહાર પાડવાની તારીખ | ૨૦/૦૩/૨૦૨૩ |
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો | ૨૩/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩ |
પરીક્ષાની તારીખ | ૨૭/૦૪/૨૦૨૩ |
પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
પરીક્ષાની તૈયારી માટે ધોરણ ૩ થી ૫ ની પ્રશ્નબેંક ઓનલાઈન મુકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને વાંચી શકાય.
પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો