Dr. Ambedkar Awas Yojana 2024: ડૉ આંબેડકર આવાસ યોજના, મકાન બનાવવા માટે 1,20,000/- ની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો?

Dr. Ambedkar Awas Yojana 2024:આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા બધા કુટુંબોના ઘર પીહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે તો ચાલો આપણે આ લેખમાં જાણીશું કે શું છે આ યોજનાનો મુખ્ય હેતુ? શું છે આ આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો કોણ કરી શકે છે આ મકાન માટે અરજી અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કેવી રીતે કરશો ઓનલાઇન અરજી અરજી કરવા માટે વેબસાઈટ વગેરે વિશે જાણીશું.

ડૉ. આંબેડકર આવાસ યોજના હાઇલાઇટ | Dr. Ambedkar Awas Yojana 2024

યોજનાનું નામડૉ. આંબેડકર આવાસ યોજના
યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
યોજનામાં મળવાપાત્ર સહાયરૂ.1,20,000 રૂપિયા ની સહાય
યોજના માટે હેલ્પલાઇન નંબર 07923259061
યોજનાનો વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાના લાભાર્થીઓઅનુસૂચિત જાતિના લોકો
સત્તાવાર વેબસાઈટhttps://esamajkalyan.gujarat

ડૉ. આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો

 • ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
 • આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
 • આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
 • પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
 • પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.
 • તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ રજૂ કરવાના ડોક્યુમેન્ટ Dr Ambedkar Awas Yojana 2024

 • અરજદારનું આધાર કાર્ડ
 • અરજદાર નું રેશનકાર્ડ
 • અરજદારના જાતિ નો દાખલો
 • અરજદાર ની કુલ વાર્ષિક આવક નો દાખલો
 • રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાઇસન્સ ચૂંટણીકાર્ડ રેશનકાર્ડ કોઈપણ એક રહેઠાણ નો પુરાવો જોઈશે
 • જમીન માલિકી નું આધાર અથવા તો દસ્તાવેજ
 • બેંક ખાતાની પાસબુક
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચાર દિશા ધરાવતા નકશાની નકલપતિના મરણ નો દાખલો જો વિધવા હોય તો
 • ચૂંટણી કાર્ડ
 • સ્વ ઘોષણા પત્ર
 • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા મકાન નો ફોટો

આવાસ યોજના લાભ કોણ લઈ શકે?

 • આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:
 • આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટેઅરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
 • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
 • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
 • જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
 • આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
 • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
 • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
 • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
 • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.

આ પણ વાંચો : Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના, જાણો લાભો, પાત્રતા, દસ્તાવેજોની યાદીઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત

અરજી કેવી રીતે કરવી? – How to Apply in Dr. Ambedkar Awas Yojana 2024

 • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
 • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
 • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
 • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
 • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
 • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
 • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
 • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

આ પણ વાંચો : Namo shri yojana 2024: નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા મહિલાઓને મળશે 12000 ની સહાય, ફોર્મ ભરો અહીંથી

અરજીનો સ્ટેટસ જોવાની રીત (પ્રોસેસ)

 • તમારી અરજીનું સ્ટેટસ જાણવા માટે View Application Status બટન પર કલિક કરવી.
 • પછી તમારી અરજીનો નંબર નાખો.
 • તમારી જન્મ તારીખ લખો.
 • ત્યાર બાદ છેલ્લે View Status બટન પર કલિક કરો અને જુઓ તમારી અરજીની સાચી સ્થિતિ.

મહત્વની લિંક

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિકિ કરો
Self-Declaration ફોર્મ ડાઉનલોડ કરવાઅહી ક્લિકિ કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિકિ કરો

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!