Dr. Ambedkar Awas Yojana Gujarat 2023: ડૉ. આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી મંગાવવાનું શરૂ

(Awas Allot Sahay) Dr. Ambedkar Awas Yojana Gujarat 2023: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આંતર્ગતની જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફતે સરકારના esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજીઑ મંગાવવામાં આવે છે. જેની ચકાસણી જિલ્લા કક્ષાની કચેરી દ્વારા કરવામાં આવે છે. જે વર્ષ 2023-24 માટેના લક્ષાંક પૂર્ણ કરવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અરજી કરવા માટે સરકારી પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જે અનુસંધાને આપણે આ યોજનાની વિગતે જાણકારી નીચે મુજબ છે.

Dr. Ambedkar Awas Yojana Gujarat 2023

યોજનાનું નામ ડૉ.આંબેડકર આવાસ યોજના
યોજના મુખ્ય ઉદ્દેશઅનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું.
લાભાર્થી જ્ઞાતિગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને
સહાયનું ધોરણ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય
અરજીનો પ્રકાર ઓનલાઈન
હાલ ઓનલાઈન અરજી થાય ?ઓનલાઇન અરજી કરવાનું ચાલુ છે.
ઓફિશિયલ વેબસાઇટ https://sje.gujarat.gov.in/
ઓનાલાઈન અરજીની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in

ડૉ.આંબેડકર આવાસ યોજના 2023 યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. 

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ મળવાપાત્ર સહાયની રકમ

ડૉ.આંબેડકર આવાસ યોજનાની સહાય ક્યારે કેટલી મળશે તેની વિગત નીચે મુજબ છે.

પ્રથમ હપ્તો ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે)
બીજો હપ્તો ₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) 
ત્રીજો હપ્તો ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી)
કુલ સહાય ₹.૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર પૂરા)

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ આવક મર્યાદા

ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ નિયમો અને શરતો

 • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
 • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
 • મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
 • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
 • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
 • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
 • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ ડોક્યુમેન્ટનું લિસ્ટ

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચેના મુજબ છે.

 • અરજદારનું આધાર કાર્ડ
 • અરજદારનું રેશનકાર્ડ
 • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
 • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
 • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
 • મકાન બાંધકામ ચિઠ્ઠી
 • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
 • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ નીચે મુજબ છે. (અરજી કરવાના સ્ટેપ)

સ્ટેપ-01 ડૉ.આંબેડકર આવાસ યોજના 202૩ ઓનલાઇન અરજી કરવા સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ ઓપન કરો.

સ્ટેપ-02 પછી જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ-03 જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

સ્ટેપ-04 નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

સ્ટેપ-05 Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

સ્ટેપ-06 ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ-07 તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

સ્ટેપ-08 Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

આંબેડકર આવાસ યોજનાની માહિતી અહી ક્લિક કરો
આંબેડકર આવાસ યોજના અરજી ફોર્મ અહી ક્લિક કરો
આંબેડકર આવાસ યોજના અરજી ઓનાલાઈન કરો અહી ક્લિક કરો
અન્ય યોજના ભરતીની માહતી માટે અહી ક્લિક કરો
વોટ્સએપ ગૃપ જોઇન કરો અહી ક્લિક કરો

FAQ’s Ambedkar Awas Yojana Gujarat 2023

ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Ambedkar Awas Yojana 2023નો લાભ કોણે મળે?

ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે.

આંબેડકર આવાસ યોજનામાં કેટલો લાભ મળે?

જવાબ: આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે.


Leave a Comment