Driving License Renewal Gujarat 2024 : તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) રિન્યુ કરાવવા માગો છો. તો તમે પરિવહન મંત્રાલય (Ministry of Transport) ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા જ બની જશે.
40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ કામ કરવાનું રહેશે : Driving License Renewal Gujarat 2024
- જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું છે. જેને તમે ઓનલાઈન રિન્યુ કરવા માંગો છો, તો તમારે આ માટે ફોર્મ 1A ભરીને ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરવું પડશે. તમને જણાવી દઈએ કે તમને આ ફોર્મ સરળતાથી parivahan.gov.in વેબસાઈટ પર મળી જશે. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમારે ફોર્મ 1Aની જરૂર નથી.
ફીની ચુકવણી અને અરજી સબમિશન
- ત્યારબાદ, ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા રિન્યુઅલ ફી ભરો અને બધી વિગતો ચકાસીને અરજી સબમિટ કરો.
આ પણ વાંચો : Namo shri yojana 2024: નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા મહિલાઓને મળશે 12000 ની સહાય, ફોર્મ ભરો અહીંથી
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ પ્રક્રિયા માટે કયા ફોર્મ અને ડૉક્યૂમેન્ટ જરૂરી છે?
ઑનલાઇન સુવિધાઓને કારણે ડીએલ રિન્યુઅલ પ્રક્રિયા પણ સરળ બની ગઈ છે. આ ઓછા ડૉક્યૂમેન્ટ અને ફોર્મની જરૂરિયાત પરથી જ જાણી શકાય છે. ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરતી વખતે તૈયાર હોવા જોઈએ તેવા ફોર્મ અને ડૉક્યૂમેન્ટની સૂચિ અહીં આપેલ છે.
- માન્યતા સમાપ્ત થયેલ મૂળ ડ્રાઇવિંગ લાઇસન્સ.
- પાસપોર્ટ સાઇઝના ફોટા.
- યોગ્ય રીતે ભરેલ ફોર્મ 9. આ એપ્લિકેશન ફોર્મ છે જે સબમિટ કરવાનું રહેશે.
- ફોર્મ 1 તમે વાહન ચલાવવા માટે ફિટ છો તે જાહેર કરતું ફોર્મ છે (પરિવહન વાહનોના કિસ્સામાં ફોર્મ 1A).
- આધાર કાર્ડની કૉપી
આ પણ વાંચો : Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના, જાણો લાભો, પાત્રતા, દસ્તાવેજોની યાદીઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત
માન્યતા સમાપ્ત થયા બાદ ઑનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા શું છે?
ડ્રાઇવિંગ લાઇસન્સ ઑનલાઇન રિન્યુ કરવા માટે સમાપ્તિની તારીખથી એક મહિના પહેલાં પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયત્ન કરો. તમારા લાઇસન્સની સમાપ્તિ પછી ત્રીસ દિવસનો ગ્રેસ પીરિયડ ઉપલબ્ધ છે, પરંતુ તેને ઍડવાન્સમાં રિન્યુ કરાવવું હંમેશા વધુ સારું છે. મુંબઈના તમામ નિવાસીઓ માટે, તમે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ પ્રક્રિયાથી કેવી રીતે શરૂ કરી શકો છો તે અહીં જણાવેલ છે. અગાઉ દરેક વ્યક્તિએ તેમના ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ માટે આરટીઓની મુલાકાત લેવી જરૂરી હતી. પરંતુ હવે તે સરળ અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા બની ગઈ છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સને ઑનલાઇન રિન્યુ કરાવી શકાય છે.
- પગલું 1: પરિવહન સેવા વેબસાઇટ પર જાઓ.
- પગલું 2: ઑનલાઇન સર્વિસ’ ટૅબ હેઠળ, ‘ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સર્વિસ’ વિકલ્પ પસંદ કરો.
- પગલું 3: ડ્રૉપ-ડાઉન મેનુમાંથી, રાજ્ય હેઠળ ‘મહારાષ્ટ્ર’ અને તમારા નિયુક્ત આરટીઓને પસંદ કરો.
- પગલું 4: ‘ઑનલાઇન અપ્લાઇ કરો’ વિકલ્પ હેઠળ, ‘ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સર્વિસિસ’ પસંદ કરો. ઉપલબ્ધ વિવિધ સર્વિસ તમને અહીં જોવા મળશે. ‘ડીએલ રિન્યુઅલ’ વિકલ્પ પસંદ કરો.
- પગલું 5: તમારી જન્મ તારીખ, ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો જેવી જરૂરી વિગતો દાખલ કરો. ‘ડીએલ સંબંધિત વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો. તે સિસ્ટમમાંથી તમારી વિગતો લાવીને દર્શાવશે, અને તમે યોગ્ય રાજ્ય અને આરટીઓમાં અપ્લાઇ કરવા માટે આગળ વધી શકો છો. ત્યાર બાદ ‘આગળ વધો’ પર ક્લિક કરો.
- પગલું 6: અહીં, તમને તમારી હાલની વિગતોની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવી શકે છે. ઉપરાંત, તમારો મોબાઇલ નંબર અને આધારની વિગતો પણ અપડેટ કરી શકાય છે. કાળજીપૂર્વક સાચી માહિતી દાખલ કરો અને આગળ વધો.
- પગલું 7: આગલા પેજ પર, તમે જે સર્વિસ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો. અહીં, આ કિસ્સામાં, લાઇસન્સનું રિપ્લેસમેન્ટ, ઍડ્રેસમાં ફેરફાર, નામમાં ફેરફાર અને અન્ય વિકલ્પોમાંથી ‘ડીએલ રિન્યુઅલ’ વિકલ્પ શોધો.
નોંધ: તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સબમિટ કરતાં જ, તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગુ પડતી હશે તે સર્વિસ જ તમને દર્શાવવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરીને |