ગુજરાત સરકાર દ્રારા ધોરણ -૧૦ અને ૧૨ માટે ડુપ્લીકેટ માર્કશીટ વિદ્યાર્થીઓને સરળતાથી ઓનલાઈન મળી રહે તે માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરીણમના રેકર્ડ રજીસ્ટર સ્વરુપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦ અને ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ -૧૦ અને ૧૨ પાસ વિદ્યાર્થીને માઈગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રુબરુ આવવાનું હતુ. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા. જેમાં તેમના સમય અને નાણાંનો વ્યય થતો હતો.
આર્ટિકલનું નામ | ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા ઓનલાઈન અરજી કરો ઘરેબેઠા |
કચેરીનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
અરજી ફી | પ્રમાણપત્ર મુજબ |
અરજીની પધ્ધતિ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | gsebeservice.com |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્રારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦ અને ૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦/- (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. માર્કશીટ/ પ્રમાણપત્રો ઓનલાઈન મુકી દેવામાં આવેલ છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
હવે વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઈગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવું નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે આપેલ છે.
- સૌપ્રથમ વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ Student મેનુ ઓપન કરવાનું રહેશે.
- જેમાં Online Student Service પર જઈ એપ્લીકેશન કરવાની રહેશે.
અરજી માટેની ફી
વિગત | ફી ની રકમ |
ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર | ૫૦/- |
માઈગ્રેશન ફી | ૧૦૦/- |
સમકક્ષતા પ્રમાણપત્ર | ૨૦૦/- |
સ્પીડ-પોસ્ટનો ચાર્જ | ૫૦/- |
મહત્વપૂર્ણ લિંંક
ધોરણ ૧૦ ની માર્કશીટ ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
ધોરણ ૧૨ ની માર્કશીટ ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
ડુપ્લીકેટ માર્કશીટ પ્રેસનોટ | અહિ ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા | અહિ ક્લિક કરો |
અમારા હોમપેજ પર જવા | અહિં ક્લિક કરો |
જો આપની માર્કશીટ ખોવાઈ ગઈ હોય, ચોરી થઈ ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય તો નવી માર્કશીટ મેળવવા ઉપર જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.