ઉચ્ચ અભ્યાસ માટે સહાયરૂપ એજ્યુકેશન લોન Education Loan Gujarat 2023

ઘણા વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ અભ્યાસની સંભાવના છે, પરંતુ તેઓ ચુકી જાય છે કારણ કે તેમને ટ્યુશન ફી, શહેરોમાં રહેવું વગેરે પરવડી શકતુ નથી. ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસનો ખર્ચ સતત વધી રહ્યો છે. ઘણાં માતા-પિતા તેમનાં બાળકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા બચત કરે છે છતાં અભ્યાસનો ખર્ચ બચત કરેલી રકમ કરતાં વધી જાય છે. ઉચ્ચ શિક્ષણનો ખર્ચ બચત કરેલી રકમ કરતાં વધી જાય છે. ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો સરળ નથી. ત્યારે એજ્યુકેશન લોન કામમાં આવે છે. તે તમારા ઉચ્ચ શિક્ષણ ખર્ચને આવરી લે છે અને તમને તમારાં સપના પૂરાં કરવામાં મદદ કરે છે. હવે સવાલ એ છે એજ્યુકેશન લોન કેવી રીતે મેળવવી? આ માટે કયા દસ્તાવેજોની જરૂર છે? જો તમે પણ આગળના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માંગો છો, તો અહીં તેનાથી સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે. જાણો કેવી રીતે મળશે લોન?

શુ છે આ એજ્યુકેશન લોન?

ભારતમાં કે વિદેશમાં ૧૨ મા ધોરણ પછી શિક્ષણ સંબંધિત ખર્ચાઓ જેમ કે ટ્યુશન ફી, હોસ્ટેલ ફી વગેરે માટે મળતા ઉધારને એજ્યુકેશન લોન કહે છે. તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો એજ્યુકેશન લોન આપે છે. સરકારી બેંકો સામાન્ય રીતે ખાનગી બેંકો કરતાં ઓછાં વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે.

આ લોન કોને મળી શકે?

કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના અભ્યાસ માટે લોન લઈ શકે છે. પછી ભલે તે ગ્રેજ્યુએશન હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન હોય કે ડિપ્લોમા, તેનો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. આવકવેરાની કલમ હેઠળ એજ્યુકેશન લોનનાં વ્યાજની ચુકવણી પર પણ આવકવેરા મુક્તિ ઉપલબ્ધ છે.

એજ્યુકેશન લોનના કેટલા પ્રકારો છે?

૧. અંડર ગ્રેજ્યુએટ લોન

આ લોન કોઈપણ ગ્રેજ્યુએશન કોર્સ માટે લઈ શકાય છે. અરજદાર દેશ અથવા વિદેશમાં અભ્યાસ માટે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ લોન લઈ શકે છે.

૨. કરિયર એજ્યુકેશન લોન

કોઈ પણ કારકિર્દીલક્ષી કોર્ષ માટે આ લોન લેવામાં આવે છે. સરકારી કોલેજ અથવા સંસ્થામાંથી અભ્યાસ કરવા માટે કરિયર એજ્યુકેશન લોન ઉપલબ્ધ છે.

૩. પ્રોફેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોન

સ્નાતકની ડિગ્રી લીધા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા પી.જી. ડિપ્લોમા અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમો માટે પ્રોફેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોન લઈ શકાય છે.

૪. માતા-પિતા માટે લોન

જે માતા-પિતા તેમનાં બાળકોના શિક્ષણ ખર્ચને પહોંચી શકતાંં નથી તેઓ બેંકમાંથી પેરેન્ટ લોન લઈ શકે છે. જો કે, કોઈ પણ પ્રકારની એજ્યુકેશન લોન મેળવવા માટે સહ-અરજદાર હોવું જરૂરી છે.

  • શૈક્ષણિક લોન માટે જરૂરી દસ્તાવેજો
  • ઉમરનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • શાળા, કોલેજ અથવા યુનિવર્સિટીની માર્કશીટ
  • આઈડી પ્રુફ
  • સરનામાનો પુરાવો
  • કોર્સ વિશે સંપૂર્ણ વિગતો
  • પાન કાર્ડ અને આધારકાર્ડ
  • માતા-પિતાની આવકનો પુરાવો અને બેંક પાસબુક

એજ્યુકેશન લોન લેતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો

ભારતની નાગરિકતા : દેશમાં શૈક્ષણિક લોન ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. બેંકો દ્વારા વિદ્યાર્થીઓ માટે વયમર્યાદા ૧૬ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.

સામાન્ય રીતે, સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા કોલેજ માટે શિક્ષણ લોન સરળતાથી ઉપલબ્ધ છે. લોન લેનાર વિદ્યાથી દેશ અને વિદેશની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં પસંદ થયેલ હોવો જોઈએ.

ભારતમાં અભ્યાસ કરવા માટે ૧૦ લાખ રુપિયા સુધીની લોન મળી શકે છે. તે જ સમયે, વિદેશમાં અભ્યાસ માટે ૨૦ લાખ રુપિયા સુધીની લોન ઉપલબ્ધ છે.

કોઈપણ બેંકમાંથી એજ્યુકેશન લોન લેતાં પહેલા, વ્યાજ દર સિવાય, પ્રોસેસિંગ ફી, પ્રિપેમેન્ટ, લેટ ફી વિશે માહિતી મેળવો.

બેંક પાસેથી લોનની રકમ, ગેરેન્ટર વિશે માહિતી મેળવો. લોનની રકમ પર સામાન્ય રીતે બાંયધરી આપનારની જરૂર હોય છે.

કોર્સ પુરો થયાના છ મહિના પછી એજ્યુકેશન લોનની ચુકવણીની પ્રક્રિયા શરૂ થાય છે. કેટલીક બેંકો વધુ સમય આપે છે. તેથી, ચુકવણીની મુદત, ઈ.એમ.આઈ સહિત તમામ નિયમો અને શરતો વિશે અગાઉથી જાણવું વધુ સારું છે.

શું એજ્યુકેશન લોન લેવી યોગ્ય છે?

લોકો તેમની જરૂરિયાતો પુરી કરવા માટે લોન લે છે, જ્યારે તમે લોન લો છો, ત્યારે તમે વ્યાજ ચુકવો છો, પરંતુ આધુનિક જીવન એવું છે કે તે લોન વિના લગભગ અશક્ય છે. જો કોલેજ કે યુનિવર્સિટી સારી હોય, ડિગ્રી એટલે નોકરીની ખાતરી હોય, કમાણીની સારી તકો હોય, તો લોન લેવામાં કોઈ વાંધો નથી. પરંતુ આમાં સાવચેત રહો. તમારી જરૂરિયાત મુજબ લોન લો. યાદ રાખો, જો તમે સમયસર લોનની ચુકવણી કરો છો તો તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે, જે પછીથી ફરીથી લોન લેવાનું સરળ બનાવે છે. પરંતુ સમયસર ચુકવણી ન કરવાથી, ક્રેડિટ સ્કોર એટલે કે સીબીલ બગડે છે, જેના કારણે પછીથી લોન મેળવવામાં સમસ્યા થઈ શકે છે.

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

Leave a Comment