ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત Electric bike scheme Gujarat 2023

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગુજરાત સરકાર  દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજનસી GEDA દ્વારા થાય છે.

Table of Electric bike scheme 2023

યોજનાનું નામગુજરાત ઈલેક્ટ્રીક વ્હીકલ યોજના ૨૦૨૩
લાભાર્થીઓ-01ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર)
લાભાર્થીઓ-02વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
યોજના બહાર પાડનારગુજરાત સરકાર
ઓફિશિયલ વેબસાઈટ geda.gujarat.gov.in

ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો હેતુ

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

કયા પ્રકારે સહાય મળશે?

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માટે આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.

ઈલેક્ટ્રીક બાઈક સહાય કોને મળશે?

જો ગુજરાતનો કોઈપણ વ્યક્તિએ આ ગુજરાતી એક ટ્રિક બાઇકની યોજનામાં લાભ લેવા માંગતા હોય તો “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“  દ્વારા અમુક પાત્રતા મૂકવામાં આવેલી છે જે વ્યક્તિને પાલન કરવી જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
  • ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ ગુજરાત માં ભણતા ધોરણ 09 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • ત્રિચક્રી ઈલેક્ટ્રીક બાઈક યોજનામાં ગુજરાતની કોઈ પણ સંસ્થા તેમ જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય તો તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા માર્કશીટ
  • શાળા અથવા કે કોલેજની ફી ભર્યાની રસિદ
  • વિદ્યાર્થીઓ નું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીનો
  • જો હાઈ સ્પીડ વાળી ઈલેક્ટ્રીક બાઈક ખરીદતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન યોજનાના લાભો

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને બેટરી સંચાલીત ટુ વ્હીલર યોજના અમલમાં મૂકવામાં આવી છે.

  • આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
  • વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
  • Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
  • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

ઈલેક્ટ્રીક વાહન માટે અરજી કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું  Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

  • લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
  • ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
  • અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
  • Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

ઈલેક્ટ્રીક વાહન સહાય માટે સંપર્ક કેવી રીતે કરવો?

  • સરનામું : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ચોથો માળ, બ્લોક નં.૧૧&૧૨, ઉદ્યોગ ભવન, સેક્ટર ૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭
  • ફોન નં. +91-079-23257251, 23257253
  • ફેક્સ નં. +91-079-23257255, 23247097
  • ઈમેલ : info@geda.org.in

મહત્વપૂર્ણ લિંક

ઈલેક્ટ્રીક વાહનોની કિંમતની યાદી માટે અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર જવાઅહીં ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
આવી અન્ય યોજના અને સરકારી ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ઈલેક્ટ્રીક બાઈક યોજના : આજના ટેકનોલોજીના યુગમાં આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલ થી વાહનો ચાલે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ એ વિશ્વની એક મોટી સમસ્યા છે. વિશ્વના તમામ દેશો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનોને બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો આપણે હવે અપનાવા પડશે.

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!