ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી 2023 । Gujarat Education Department Recruitment | Gujarat Shikshan Vibhag Bharti 2023

સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજ્યમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારે અરજી કરતા પહેલા નીચે જણાવેલ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ભરતીની વિગતે માહિતી

૧.જગ્યાનું નામ : સીવીલ ઈજનેર

ખાલી જગ્યાઓ : ૯૨

પગાર : ૩૦,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત

  • આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક-સીવીલ કક્ષાએ ૬૦%ની ફરજિયાત લાયકાત
  • ઉમેદવાર કોમ્પ્પુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ઉમેદવાર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતા, બોલતાં આવડતું હોવું જોઈએ.
  • આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક-સીવીલ કક્ષાની લાયકાત ધરાવતાં હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ :

ઉમેદવાર બી.ઈ./બી.ટેક સીવીલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત “૫ વર્ષનો અનુભવ” ધરાવતા હોવા જોઈએ.

અથવા

ઉમેદવાર એમ.ઈ./એમ.ટેક સીવીલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત “૩ વર્ષનો અનુભવ” ધરાવતા હોવા જોઈએ.

૨. જગ્યાનું નામ : ઈજનેર (ઈલેક્ટ્રીકલ)

ખાલી જગ્યાઓ : ૦૨

પગાર : ૩૦,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત

  • આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક-ઈલેક્ટ્રીકલ કક્ષાએ ૬૦%ની ફરજિયાત લાયકાત
  • ઉમેદવાર કોમ્પ્પુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ઉમેદવાર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતા, બોલતાં આવડતું હોવું જોઈએ.
  • આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક-ઈલેક્ટ્રીકલ કક્ષાની લાયકાત ધરાવતાં હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ :

ઉમેદવાર બી.ઈ./બી.ટેક ઈલેક્ટ્રીકલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત “૫ વર્ષનો અનુભવ” ધરાવતા હોવા જોઈએ.

અથવા

ઉમેદવાર એમ.ઈ./એમ.ટેક ઈલેક્ટ્રીકલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત “૩ વર્ષનો અનુભવ” ધરાવતા હોવા જોઈએ.

૩. જગ્યાનું નામ : આસિસ્ટન્ટ આર્કિટેક

ખાલી જગ્યાઓ : ૧૮

પગાર : ૨૦,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત

  • આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બી.-આર્ક (આર્કિટેક) કક્ષાએ ૬૦%ની ફરજિયાત લાયકાત
  • ઉમેદવાર કોમ્પ્પુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ (ઑટોકેડ અથવા રેવીટ સોક્ટવેર અથવા તેને સમકક્ષ)
  • ઉમેદવાર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતા, બોલતાં આવડતું હોવું જોઈએ.

અનુભવ :

ઉમેદવાર બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત “૨ વર્ષનો આર્કિટેક તરીકેનો અનુભવ” ધરાવતા હોવા જોઈએ.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ Registration કરવાનું રહેશે જેમાં ઉમેદવારે પોતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • જેમાં Click here To Activate પર Click કરવાથી આપનું રજીસ્ટર કરેલ એકાઉન્ટ એક્ટીવેટ થશે. ત્યારબાદ લોગીન થઈ જે તે જગ્યા સામે એપ્લાય બટન પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લીકેશન સેવ કર્યા બાદ જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો એડિટ બટન પર ક્લિક કરી આપની અરજીમાં સુધારો કરી શકાશે.
  • ત્યારબાદ આપની અરજીને કન્ફર્મ બટન પર ક્લિક કરી આપની અરજીને સબમીટ કરવાની રહેશે. સબમીટ થયા પછી અરજી પત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ જોવાઅહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
આવી અન્ય યોજના અને ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવાની તારીખ૧૮-૦૫-૨૦૨૩
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૨૭-૦૫-૨૦૨૩

Leave a Comment