ગુજરાત હાઈકોર્ટ દ્રારા નીચલી અદાલતો હસ્તકની અને ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો હસ્તકની બેલિફ / પ્રોસેસ સર્વરની કુલ મળીને ૧૨૧ જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન ભરતી પ્રક્રિયા જાહેર કરેલ છે. જેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી ફી, ઉમેદવાર માટે સુચનાઓ, પરીક્ષાનો અભ્યાસક્રમ વગેરેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
જગ્યાની વિગત
જગ્યાનું નામ – બેલિફ / પ્રોસેસ સર્વર | ખાલી જગ્યાઓ |
નીચલી અદાલતો હસ્તકની જગ્યા | ૧૦૯ |
ઓદ્યોગિક અદાલતો અને મજુર અદાલતો હસ્તકની જગ્યા | ૧૨ |
કુલ જગ્યાઓ | ૧૨૧ |
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંંથી ધોરણ-૧૨ કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ઉમેદવાર સાયકલ કે દ્વિચક્રી વાહન ચલાવવાની આવડત ધરાવતો હોવો જોઈએ. તેમજ અધિકૃત લાયસન્સ ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઈએ.
- ઉમેદવાર સરકાર દ્રારા નિયત કર્યાનુસાર કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- અરજીની કરવાની છેલ્લી તારીખ મુજબ શૈક્ષણિક લાયકાત ગણાશે.
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- ઉમેદવારની ઉંમર ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉંમરમાં છુટછાટ મેળવવા માટે લાગુ પડતી તમામ પ્રકારની છુટછાટનો લાભ મેળવ્યા બાદ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષથી વધુ હોવી ન જોઈએ.
અરજી ફી
સામાન્ય કક્ષાના ઉમેદવારો માટે | અ.જા./અ.જ.જા/ સા.અને શૈ.પ. વર્ગ / શા. અશક્ત વ્યક્તિ/ માજી સૈનિક ઉમેદવારો માટે | ફી ભરવાનો સમયગાળો |
રૂ.૩૦૦/- + બેંક ચાર્જીસ | રૂ.૧૫૦/- + બેંક ચાર્જીસ | ઓફિશિયલ નોટીફિકેશન વાંચવી. |
- ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય પછી જરૂરી ફી ભરી શકાશે નહી.
- ઉમેદવારે ઈ-સીસીપ્ટ કે કેશ ચલણની કોપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી.
ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી માટે અહી ક્લિક કરો
સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું
ક્રમાંક | પરીક્ષાની વિગત | ગુણભાર | સમયગાળો |
૧ | હેતુલક્ષી પ્રકારની લેખિત કસોટી (એલીમીનેશન ટેસ્ટ) | ૧૦૦ ગુણ | ૯૦ મિનિટ |
૨ | મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) (ગુજરાતી ભાષામાં અહેવાલ લેખન / પત્રવ્યવહાર વિગેરે) | ૧૦૦ ગુણ | ૩ કલાક |
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ)
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ) કુલ ૧૦૦ ગુણની રહેશે.
- પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
- દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.
- પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે.
અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
અ.નં. | વિષય |
૧ | ગુજરાતી ભાષા |
૨ | સામાન્ય જ્ઞાન |
૩ | ગણિત |
૪ | રમતગમત |
૫ | રોજબરોજની ઘટનાઓ |
૬ | કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન |
મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની)
- લેખિત પરીક્ષા કુલ ૧૦૦ ગુણની રહેશે.
- પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
- મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક /ડિસ્ક્રિપ્ટીવ પ્રકારની રહેશે.
- પરીક્ષાનો સમયગાળો ૩ કલાકનો રહેશે.
અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
અ.નં. | પ્રશ્ન પ્રકાર |
૧ | ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ |
૨ | એક વાકયમાં પ્રશ્નોના જવાબ |
૩ | અહેવાલ લેખન |
૪ | પત્ર લેખન |
૫ | નિબંધ લેખન |
૬ | ટુંક નોધ લખો |
પગાર ધોરણ
- આ જગ્યાનો પગાર ૭ મા પગારપંચ પ્રમાણે રહેશે.
- રૂ.૧૯૯૦૦-૬૩૨૦૦/-
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઉમેદવારે https://hc-ojas.guj.nic.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- Apply Online બટન ઉપર ક્લિક કરી, ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવું.
- ઓનલાઈન એપ્લીકેશન ફોર્મના અંતે આપેલ SAVE બટન ઉપર ક્લિક કરી ઓનલાઈન એપ્લીકેશનને સેવ કરો.
- સેવ કર્યા બાદ, એક પોપ-અપ વિન્ડો ખુલશે. જેમાં તમારો એપ્લીકેશન નંબર મળશે. આ જ સ્કીન પેજમાં Show Application Preview બટન ઉપર ક્લિક કરવાથી તમે ભરેલ તમામ વિગતો દેખાશે. જેની ખરાઈ કરી લેવી.
- ત્યારબાદ Upload Photograph બટન દ્રારા સ્કેન કરેલ ફોટો અને સહી અપલોડ કરવા.
- ત્યારબાદ Confirm Button ઉપર ક્લિક કરવાથી એક પોપ-અપ વિન્ડો ખુલશે, તેમાં તમારો એપ્લીકેશન નંબર અને જન્મતારીખ લખ્યા બાદ કન્ફર્મ એપ્લીકેશન બટન ઉપર ક્લિક કરવાથી તમારુ ફોર્મ ભરાઈ જશે. અને તમને અરજીનો કન્ફર્મેશન નંબર મળશે.
- છેલ્લે પ્રિન્ટ એપ્લીકેશન ઉપર ક્લિક કરી અરજીની પ્રિન્ટ મેળવી શકાશે.
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહિં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
ઉમેદવાર માટે સામાન્ય સુચનાઓ
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કોઈપણ ઉમેદવારે પોતાના કે અન્યના પ્રશ્નપત્રમાં જવાબ દશાવતી કોઈપણ પ્રકારની નિશાની કરવી નહીં.
- ફી ભરેલ ઓનલાઈન રીસીપ્ટ જે તે સમયે જનરેટ થતી હોવાથી તેની હાર્ડ કોપી અને સોક્ટ કોપી સાચવીને રાખવી ત્યારબાદ ફરીથી મેળવી શકાશે નહી, તેની ખાસ નોંધ લેવી.
- ચલણમાં દશાવેલ અંતિમ તારીખ અને સમય પછી જરૂરી ફી ભરી શકાશે નહી.
- ઉમેદવારે ઉપર જણાવેલ વેબસાઈટ પરથી પરીક્ષાના એક સપ્તાહ અગાઉ તથા પરીક્ષાની તારીખ સુધી જ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.
- ઉમેદવારે નિમણુંક માટે તેના પસંદગીના ત્રણ જિલ્લા, ઉતરતા ક્રમમાં જણાવવાના રહેશે, જે એક વખત નક્કી કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફેરફાર / બદલી શકાશે નહીં.
નોંધ : ભરતીની તમામ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટીફિકેશન વાંચી લેવું.