ગુજરાત પોલીસ દળમાં પો.સો.ઈ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપોઈ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે.
ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૪
અ.નં. | સંવર્ગ | ખાલી જગ્યાની વિગત |
૧ | બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પુરુષ) | ૩૧૬ |
૨ | બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મહિલા) | ૧૫૬ |
૩ | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | ૪૪૨૨ |
૪ | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | ૨૧૭૮ |
૫ | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | ૨૨૧૨ |
૬ | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | ૧૦૯૦ |
૭ | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) (પુરુષ) | ૧૦૦૦ |
૮ | જેલ સિપોઈ (પુરુષ) | ૧૦૧૩ |
૯ | જેલ સિપોઈ (મહિલા) | ૮૫ |
કુલ જગ્યા | ૧૨૪૭૨ |
ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૪
ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઈ લેવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા
ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સુચનાઓ ઉક્ત વેબસાઈટ પરથી કાળજીપૂર્વક વાચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિંટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજુ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા | અહિંં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહિંં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિંં ક્લિક કરો |
ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજી પત્રકો સ્વીકારવામાં પણ આવશે નહી . જેની ઉમેદવારોએ નોંધ લેવી.