ગુજરાત સરકારના ગૃહવિભાગ હેઠળની પોલીસ કોન્સટેબલની અને પી.એસ.આઇની ૮,૦૦૦+ની ભરતી કરવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી છે. જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુનેહરી તક છે. જે ઉમેદવારોએ હવેથી તનતોડ મહેનત કરવાની રહેશે. આ ભરતીની વિગતે જાહેરાત ટુંકસમયમાં સરકારના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વિગતે જાહેરાત કરવામાં આવશે. જુની ભરતી પ્રમાણે લાયકાત,ઉંંમર,શારિરીક ક્ષમતા, લેખિત પરીક્ષા અને સિલેબસ વગેરેની માહિતી અહીં મેળવીએ.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની ટૂંકમાંં સમરી
પરીક્ષાનું નામ | ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૩-૨૪ |
કુલ જગ્યાઓ | ૮,૦૦૦+ |
ભરતી બોર્ડનું નામ | લોકરક્ષક ભરતી બોર્ડ,ગાંધીનગર |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
પરીક્ષા કેંદ્ર | રાજયના નિયત જિલ્લા કેંદ્રો |
નોકરેનું સ્થળ | ગુજરાત |
અરજીની પદ્વતિ | ઓનલાઈન |
અરજી ફી | સામાન્ય/ઓબીસી ઉમેદવારો: INR 100 SC/ST/મહિલા/ભૂતપૂર્વ સૈનિકો/EWS ઉમેદવારો: મુક્તિ |
પરીક્ષા પદ્ધતિ | ઓફલાઇન (ઓ.એમ.આર) |
સત્તાવાર વેબસાઇટ | https://lrdgujarat2021.in/ |
ગુજરાત પોલીસ જગ્યાઓની વિગત
અ.નં | પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
1. | બિન હથિયારી પી.એસ.આઇ | ૩૨૫ |
2. | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | ૬૩૨૪ |
3. | જેલ સિપાહી (પુરુષ) | ૬૭૮ |
4. | જેલ સિપાહી (મહિલા) | ૫૭ |
ગુજરાત પોલીસ પોસ્ટ મુજબની ખાલી જગ્યા ૨૦૨૩ લોકરક્ષક ભારતી
ગુજરાત પોલીસ વિભાગ જે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે તે આ પ્રમાણે છે –
- બિનહથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ અને સ્ત્રી બંને)
- હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ અને સ્ત્રી બંને)
- જેલ સિપાહી અથવા સિપાહી – (પુરુષ અને સ્ત્રી બંને)
લોકરક્ષક ભરતી બોર્ડની ફરજો
લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, દૈનિકપત્રોમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર શારીરીક કસોટી, લેખિત પરિક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી લેવાની કામગીરી કરશે. ત્યારબાદ પરીણામ જાહેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્યવસ્થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.
એકદંરે ભરતી બોર્ડ ધ્વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો, ઠરાવો, પરિપત્રો અને પ્રસ્થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
- શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
- લેખિત કસોટી (મોટેભાગે ઑફલાઇન)
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)મેડિકલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા પારદર્શક અને નિષ્પક્ષ ભરતી યોજાય તે અંગે લીધેલ પગલા :
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્વારા પુરતા પગલા લેવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.
- શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે.
- શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં. શારીરીક માપ કસોટીમાં પણ CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે.
- શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે.
- શારીરીક કસોટી બાદ લેખિત પરિક્ષા લેવામાં આવશે.
- લેખિત પરિક્ષા માટે શહેર/જીલ્લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
- લેખિત પરિક્ષાના સાહીત્યની સુરક્ષા માટે સ્ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
- સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ લોકરક્ષક ભરતીની લેખિત પરિક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ-અલગ સીરીઝના પ્રશ્નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં.
ગુજરાત પોલીસ PSI પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ ૨૦૨૩
અ.નં | વિષય |
1. | સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો |
2. | ઇતિહાસ |
3. | ભૂગોળ |
4. | સામાન્ય વિજ્ઞાન |
કૂલ ગુણ | ૧૦૦ |
ગુજરાત પોલીસ PSI મુખ્ય પરીક્ષાનો સિલેબસ ૨૦૨૩
અ. નં | કાગળ | વિષય | ગુણ | સમય મર્યાદા |
1. | પેપર 1 | ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય | 100 | 2 કલાક |
2. | પેપર 2 | અંગ્રેજી ભાષા | 100 | 2 કલાક |
3. | પેપર 3 | જી.કે., કોમ્પ્યુટર, રીઝનીંગ, કરંટ અફેર્સ | 100 | 2 કલાક |
4. | પેપર 4 | કાયદો | 100 | 2 કલાક |
પી.એસ.આઇ પરીક્ષાની ઓફિશિયલ સિલેબસ ડાઉનલોડ કરો
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનો સિલેબસ ૨૦૨૩
અ.નં | વિષય | ગુણ |
1. | સામાન્ય જ્ઞાન | 50 |
2. | સંખ્યાત્મક/અંકગણિત ક્ષમતા | 35 |
3. | તર્ક ક્ષમતા | 15 |
કુલ ગુણ | 100 |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી ?
ઓનલાઇન પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે ઉમેદવાર કેટલાક સરળ પગલાંઓ અનુસરી શકે છે જે છે-
- પ્રથમ ઉમેદવારે પોલીસ જરૂરિયાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે જે https://police.gujarat.gov.in/ છે .
- વેબસાઇટ ઉમેદવારના હોમ પેજ પર ગયા પછી, “નોટિસ બોર્ડ અથવા વર્તમાન જાહેરાત” બટન પર ક્લિક કરવાની જરૂર છે.
- તેમના ઉમેદવારે “ ગુજ લોકરક્ષક ભારતી ૨૦૨૩ ” પર ક્લિક કરવાની જરૂર છે.
- હવે ઉમેદવારે તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચવાની જરૂર છે.
- જે પછી ઉમેદવાર સ્ક્રીન પરના “ Apply Now ” બટન પર ક્લિક કરી શકે છે.
- આ પછી ઉમેદવારોને ફોર્મ મળશે જે તેમણે કોઈપણ ભૂલ કર્યા વિના કાળજીપૂર્વક ભરવાની જરૂર છે.
- હવે ઉમેદવારે દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની જરૂર છે જે ફોર્મમાં સહી અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે પૂછવામાં આવે છે.
- જે પછી ઉમેદવારો નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસ ભરતી 2023 ઓનલાઇન અરજી ફી ચૂકવી શકે છે.
- હવે ઉમેદવારો તેણે ફાઇલ કરેલી વિગતોને ફરીથી ચકાસી શકે છે અને તે પછી, તેઓ ભવિષ્યના સંદર્ભ માટે તેમની અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.
મહત્ત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
નોધ-ગુજરાત સરકારના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત પછી ઓનલાઇન અરજી કરી શકાશે ત્યા સુધી રસધરાવતા ઉમેદવારો તૈયારી કરવા અનુરોધ છે.