ખેડુતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુક્સાન અંગે પેકેજ સહાય । ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર
હાલમાં ગુજરાતના વિવિધ જીલ્લા ખાતે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડુતોના પાકને ખુબ જ નુકસાન થયેલ હતુ. જેના વળતર માટે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકાના ખેડુતોને વળતર ચુકવવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનનું પેકેજ જાહેર
હાલમાં થયેલ કમોસમી વરસાદે ખેડુતોના પાકને ખુબ જ નુકસાન કરેલ છે. વિવિધ જિલ્લામાં માવઠા સાથે વરસાદ થયેલ હતો જેમાં ખેડુતોના પાકોનું ખુબ જ નુકસાન થયેલ છે. અમુક નાના ખેડુતોને તો ખુબ જ નુકસાન વેઠવું પડ્યુ છે. લગભગ આખા ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેથી સરકારશ્રી દ્વારા આ અંગે વિચારણા કરીને ખેડુતોને પાક નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
કયા પાક માટે અને કેટલી મળશે સહાય?
- માર્ચ-03માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે
- ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર ૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫00 સહાય સાથે કુલ ર૩,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે
- બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,000 ઉપરાંત વધારાની ૧૨,૬૦૦ સહાય સાથે કુલ ૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે
નુક્સાન પેકેજ માટે અરજી કેવી રીતે કરવી?
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ કેટલું ચૂકવાશે?
ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા સહાય ચૂકવાશે
ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ કેટલા જિલ્લા અને તાલુકાને મળશે ?
ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ 13 જિલ્લાના 48 તાલુકાઓને મળશે