Kuvarbai Nu Mameru Yojana 2024: કુંવરબાઈ નું મામેરું યોજના, રૂ.12,000 ની મળશે સહાય, ઓનલાઇન ફોર્મ ભરો

Kuvarbai Nu Mameru Yojana 2024: ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

કુંવરબાઈ નું મામેરું યોજના 2024– Kuvarbai Nu Mameru Yojana 2024

યોજનાનું નામકુંવરબાઈ નું મામેરું યોજના
ભાષાગુજરાતી અને English
હેલ્પલાઇન નંબર07925506520
ઉદ્દેશરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત દીકરીઓને
સહાયની રકમ-11તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

Kuvarbai Nu Mameru Yojana 2024 યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરુ યોજના નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા રૂ₹.600000/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરુ યોજના માટે કેવી રીતે અરજી કરવા રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  1. કન્યાનું આધાર કાર્ડ
  2. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  3. કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  4. લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  5. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  6. સ્વ-ઘોષણા (Self-Declaration)

આ પણ વાંચો: નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા મહિલાઓને મળશે 12000 ની સહાય, ફોર્મ ભરો અહીંથી

કુંવરબાઈનું મામેરુ યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી ? Kuvarbai Nu Mameru Yojana 2024

  • ગૂગલ પર ‘ઇ સમાજ કલ્યાણ પોર્ટલ’ શોધો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://esamajkalyan.gujarat.gov.in/
  • જો તમે નવા વપરાશકર્તા છો, તો “નવા વપરાશકર્તા? કૃપા કરીને અહીં નોંધણી કરો!” પર ક્લિક કરો! અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારા વ્યક્તિગત પેજ પર લૉગ ઇન કરવા માટે “સિટિઝન લૉગિન” પર ક્લિક કરો.
  • ઉપલબ્ધ યોજનાઓની યાદીમાંથી કુવરબાઈ નુ મામેરુ યોજના પસંદ કરો.
  • જરૂરી વિગતો સાથે ઓનલાઈન કુવરબાઈ નુ મામેરુ યોજના ફોર્મ ભરો.
  • અરજી નંબર મેળવવા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરો.
  • અપલોડ ડોક્યુમેન્ટ્સ વિભાગમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • બધી જરૂરી માહિતી અપલોડ કર્યા પછી, પુષ્ટિ માટે અરજી કરો.
  • એકવાર તમારી અરજીની પુષ્ટિ થઈ જાય, પછી તમારા રેકોર્ડ માટે એક નકલ છાપો.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 લિંક 

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ કરોડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહિં ક્લીક કરો
કુંવરબાઈનું મામેરું Apply Onlineઅહિં ક્લીક કરો

Leave a Comment