Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના, જાણો લાભો, પાત્રતા, દસ્તાવેજોની યાદીઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત

Manav Kalyan Yojana 2024 : માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારો https://e-Kutir.gujarat.gov.in પર તા . 03- 07-2024 થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના 2024-25

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2024
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
લાભકુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
અરજી પ્રક્રિયાOnline
અધિકૃત વેબસાઈટhttps://e-kutir.gujarat.gov.in/

ઈ-કુટીર મોબાઈલ એપ

 • ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનરનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ગૌણ કચેરીઓ દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરે છે. માનવ કલ્યાણ યોજના (MKY) તેમાંથી એક યોજના છે. આ ઈ-કુટિર મોબાઈલ એપ દ્વારા નાગરિકો સરળતાથી MKY એપ્લિકેશનમાં અરજી કરી શકે છે.

Manav Kalyan yojana Tool Kit List

માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

 1. કડિયા કામ
 2. સેન્‍ટીંગ કામ
 3. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 4. મોચીકામ
 5. દરજીકામ
 6. ભરતકામ
 7. કુંભારીકામ
 8. વિવિધ પ્રકારની ફેરી
 9. પ્લમ્બર
 10. બ્યુટી પાર્લર
 11. ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 12. ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
 13. સુથારી કામ
 14. ધોબી કામ
 15. સાવરણી સુપડા બનાવનાર
 16. દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
 17. માછલી વેચનાર માટેની ટૂલકીટ
 18. પાપડ બનાવટના સાધનો
 19. અથાણા બનાવટ માટે સાધન
 20. ઠંડા પીણા,ગરમ,વેચાણ
 21. પંચર કીટ
 22. ફ્લોર મીલ
 23. મસાલા મીલ
 24. રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
 25. મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
 26. પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
 27. હેર કટીંગ (વાળંદ કામ)
 28. રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.

e-Kutir Manav Kalyan Yojana લાભાર્થીની પાત્રતા અને માપદંડ.

 • અરજદારની વય 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
 • અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹ 1,20,000/-  અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ના હોવી જોઈએ. (આવકનો દાખલો મામલતદાર, ચિફ ઓફિસર, જેવા સક્ષમ સત્તાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ)

નોંધ – BPL યાદીમાં નામ ધરાવતા  0 થી 20નો સ્કોર ધરાવતા અરજદારોને આવકના દાખલાની જરૂર નથી.

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ.  

ekutir Manav KalyanYojana 2024 યોજના અન્વયે સાધન સહાય/ટુલ કીટની સહાય માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 1. અરજદારનું આધાર કાર્ડ
 2. BPL રેશન કાર્ડની નકલ
 3. વાર્ષિક આવકનો દાખલો
 4. ઉંમર અંગેનો પુરાવો.
 5. રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
 6. જાતિનો દાખલો.
 7. જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
 8. એકારનામુ.
 9. અભ્યાસનો પુરાવો.
 10. સ્વઘોષણાપત્ર.
 11. પાસપોર્ટ સાઈઝનો ફોટો.

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024 નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે અરજી કરવી

 • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
 • ઈ-કોટેજ પોર્ટલ પર નોંધણી કરવા માટે “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
 • નોંધણી તમે આ ફોર્મ ઇ-કોટેજ પોર્ટલ પર નોંધણી કરાવી શકો છો.
 • બધી જરૂરી માહિતી ભરો.
 • પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
 • યોજના માટેની અરજી (ટૅબ-1)
 • યોજના માટેની અરજી (ટૅબ-2)
 • યોજના માટેની અરજી (ટૅબ-3)
 • યોજના માટેની અરજી (ટૅબ-4)
 • એપ્લિકેશન પ્રિન્ટ

મહત્વપૂર્ણ લિંક

અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અરજી સ્થિતિ તપાસો અહીં ક્લિક કરો
ડાઉનલોડ કરો સત્તાવાર ઈ-કુટીર મોબાઈલ એપઅહીં ક્લિક કરો

e-kutir.gujarat.gov.in પોર્ટલ પર આપનું સ્વાગત છે

 • સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ગૌણ કચેરીઓ દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!