માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર Manav Kalyan Yojana Gujarat 2023-24

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્રારા માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ લોકો જેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજાર સ્વરૂપમાં સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ લેવા માગતા અરજદારોએ તા.૦૧/૦૪/૨૦૨૩ થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના વિશે

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧,૨૦.૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦.૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

પાત્રતા

૧      ઊંમર : ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

૨      આવક મર્યાદા:

ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

અરજદાર માટેની સુચનાઓ

  • અરજદારે અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ અપલોડ કરવાનો રહેશે.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેશે નહી.

સહાય કોને મળશે?

ક્રમ નંટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧રખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારી કામ
૧૪ધોબી કામ
૧પસાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહીં વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણાં બનાવટ
ર૦ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફલોરમીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭હેર કટીંગ (વાળંદ કામ)

મહત્વપૂર્ણ લિંક

વર્ષ ૨૦૨૩-૨૪ માટેની જાહેરાત વાંચવાઅહિ ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવા માટેઅહિ ક્લિક કરો
સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (અરજદારશ્રીનું એકરારનામુ) ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

  • તા.૦૧/૦૪/૨૦૨૩ થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

હેલ્પલાઈન નંબર

કોઈપણ પ્રશ્ન માટે હેલ્પલાઈન ડેસ્ક પર સંપર્ક કરવો.

  • ૯૯૦૯૯૨૬૨૮૦
  • ૯૯૦૯૯૨૬૧૮૦

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!