મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat

ગુજરાત રાજ્યના વિકાસને વેગવંતો કરવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં આ નવી યોજનાનો સમાવેશ કરેલ છે. “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” આ યોજના થકી ગુજરાતની આશરે ૧૦ લાખ મહિલા સભ્યોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા માટે સરકાર ૦% એ ૧ લાખ સહાય વ્યાજે લોન આપશે. આ યોજનાનું અમલીકરણ, શહેરી વિસ્તારમાં ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન (G.U.L.M) અને ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (G.L.P.C) દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શું છે?

રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મહિલાઓ એ 10 મહિલાઓ નું જૂથ બનાવવા નું રહેશે અને આ યોજના અંતર્ગત આવા કુલ 1 લાખ જૂથ બનાવવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારના 50000 જૂથ અને ગ્રામ્ય વિસ્તારના 50000 જૂથ રહેશે. તમામ જૂથને રૂ.1,00,000/- ની વગર વ્યાજની 1 વર્ષની સમય અવધી માટે લોન આપવામાં આવશે. આ બધા જ ગ્રૂપ ને જોઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવશે.

યોજના નો ઉદેશ્ય 

  • રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો – રોજગાર કરી આર્થિક રીતે પગભર કરવા માટે
  • આ યોજના હેઠળ સરકાર તે તમામ મહિલા ગ્રૂપ ને એક વર્ષ માટે રૂ.૧ લાખ ની વગર વ્યાજે લોન આપવાનો હેતુ છે.

લાભાર્થી માટેના નિયમો

  • આ યોજના હેઠળ લોન મેળવવા ૧૦ મહિલાઓનું જોઈન્ટ ગ્રુપ બનાવવાનું રહેશે. (જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સર્વિસ ગ્રુપ)
  • મંડળના તમામ સભ્યો ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઈએ.
  • જુથમાં એક કુટુંબના એક જ મહિલા સભ્યને લઈ શકાશે. પરંતુ જો આવા કુંટુંબમાં જે તે કુટુંબના પુત્રવધુ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય તો તેઓ અન્ય જૂથના સભ્ય બની શકશે.
  • વિધવા અને ત્યક્તા બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે.
  • જુથના સભ્યો એક જ વિસ્તારમાં રહેતા હોય અથવા એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.
  • આ જુથ દ્વારા આર્થિક પ્રવૃતિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.
  • આ જુથનું એક સંયુક્ત બચત ખાતું ખોલાવવાનું રહેશે તથા જુથના દરેક સભ્યએ રુ.૩૦૦ પોતાના જુથના બચત ખાતામાં એક વખત જમા કરાવવાના રહેશે.

જુથ દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા અને મળવાપાત્ર લાભો

  • જુથ બનાવ્યા બાદ અમલીકરણ સંસ્થા દ્વારા નિયત કરેલ નમુનામાં અરજી તૈયાર કરી જે તે ધિરાણ આપનાર સંસ્થામાં રજુ કરવાની રહેશે.
  • જુથ દ્વારા રજુ કરેલ લોન અરજીની ચકાસણી કરી, તથા સભ્યોની વિગતોની ખરાઈ કરી, ધિરાણ સંસ્થા પ્રથમ વર્ષે રૂ.૧.૦૦ લાખની લોન મંજુર કરવા નિર્ણય કરશે. ત્યારબાદ બીજા વર્ષ માટે જે તે ધિરાણ સંસ્થા દ્વારા જુથની અગાઉના વર્ષની લોન વસુલાતની નિયમિતતાના આધારે લોનની રકમ નક્કી કરશે.
  • સદર યોજના હેઠળ જુથને વ્યાજ રહિત લોન આપવામાં આવશે તેમજ આપવામાં આવેલ લોન ઉપર લાભાર્થી પાસેથી કોઈપણ ગેરંટી લેવામાં આવશે નહિ.
  • રુ. ૧ લાખની લોનની પરત ચુકવણી જુથ દીઠ રૂ. ૧૦,૦૦૦/- ના ૧૨ માસિક હપ્તા મુજબ કરવાની રહેશે. જો નિયમિત માસિક હપ્તા ભરાઈ જાય તો ૧૧ મા અને ૧૨ મહિનાના ૧૦,૦૦૦/-ના બે હપ્તાની રકમ જુથના ખાતામાં બચત રહેશે.
  • લોન ભરપાઈ કરવાની જવાબદારી સમગ્ર જુથની રહેશે. જે તમામ સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ગ્રુપ ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા 
  • ગ્રુપ ના દરેક સભ્યોના આધાર કાર્ડ
  • ગ્રુપ ના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો 
  • ગ્રુપ ના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકા ની “અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ સેન્ટર” માંથી ફોર્મ લઇ અરજી કરવી.
  • ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ “તાલુકા પંચાયત ની “મહિલા અને બાળ વિકાસ અધિકારી” ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ જોવાઅહીં ક્લિક કરો
યોજના માટેનો ઠરવા ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
આવી અન્ય યોજના અને ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

  • (૧) આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • (ર) યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.
  • (૩) આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે. (*ફેરફારને આધીન બદલાવ આવી શકે છે)

Leave a Comment