જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ- ૧૭,૧૦,૩૬૮ ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોક્ત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.

પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૦૯-૦૪-૨૦૨૩ આ રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ હતા. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટુ રહેલ હતુ.
સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઈન્વીજીલેટર, સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.
આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.
અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઈલમાંં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક :૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદાવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આએલ છે.
ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌ પ્રથમ ઉમેદવારે નીચે આપેલ મહત્વપૂણ લિંક ઓપ્શનમાં સંમતિ ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરવાનું રહેશે.
- ત્યારબાદ જરૂરી વિગતો ભરી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
ઉમેદવારો માટેની સુચનાઓ
- સંમતિ અંગેનું ફોર્મ તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.
- છેલ્લી તારીખે ૧૧.૦૦ કલાક બાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
- જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક :-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરક્ષાના કોલલેટર
- જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક :-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહી, જેની ઉમેદવારોને ખાસ નોંધ લેવી.
- જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની અરજીઓ આપોઆપ રદ થશે. અને તેઓ પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહિ. જેથી ઉમેદવાર પરીક્ષામાં પણ બેસી શકશે નહિ.
- એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવાર બે ઓનલાઈન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
- જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારોને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
સંમતિ ફોર્મ ભરવા માટે | અહિ ક્લિક કરો |
ઓજસની ઓફિશિયલ વેબસાઈટ પર જવા | અહિ ક્લિક કરો |
અમારા હોમ પેજ પર જવા | અહિ ક્લિક કરો |