પાનકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો । પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો | Pancard Adharcard Link Date

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીક ૩૧ માર્ચ ૨૦૨૩ આપેલ હતી. પરંતુ હવે તેમાં સુધારો કરીને આ તારીખ ૩૦ જુન સુધી લંબાવવામાં આવેલ છે. જેથી હવે પાનકાર્ડ ધરાવતા તમામ નાગરિકો તેઓના પાનકાર્ડને આધારકાર્ડ સાથે ૩૦ જુન ૨૦૨૩ સુધીમાં લિંક કરી શકશે. આ લેખમાં આપણે જાણીએ કે તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીત લિંક કરશો.

મોબાઈલથી મેસેજ કરીને પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની રીત

જે કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માગે છે તેઓ પોતાના રજીસ્ટર મોબાઈલ નંબરથી 567678 અથવા 56161 પર મેસેજ કરીને લિંક કરી શકશે.

મેસેજ આ રીતે કરો UIDPAN<સ્પેસ><તમારો આધારકાર્ડ નંબર><સ્પેસ><પાનકાર્ડ નંબર> પછી આ મેસેજને 567678 અથવા 56161 મોકલી આપવાનો રહેશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાના સ્ટેપ

 • સૌ પ્રથમ તમારે https://eportal.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
 • અહીં લિંક ઓપ્શન પર જઈ તેમાં આધાર લિંક પર ક્લિક કરો.
 • પાનકાર્ડ અને આધારકાર્ડનો નંબર નાખો ત્યારબાદ નીચે આપેલ વેલિડેટ પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમને પેમેંટ અંગેની NSDL વેબસાઇટની અંગેની લિંક દેખાશે.
 • ત્યારબાદ CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો.
 • ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) પસંદ કરો
 • ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.
 • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
 • પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
 • આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.
 • સરનામાના સ્થળે તમારું કોઈપણ સરનામું લખો.
 • હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.
 • પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો.
 • જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.
 • જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ભુલ જણાતી હોય તો એડિટ પર ક્લિક કરો
 • હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.
 • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને પીડીએફ મળશે. જે સાચવીને રાખો.

પાનકાર્ડ બંધ થાય તો શું અસર થાય?

 • તમારા ખાતામાં ૫૦ હજાર રુપિયા ભરી કે ઉપાડી શકો નહિ.
 • ટેક્સ રીટર્ન ફાઈલ કરી શકાય નહિ.
 • કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહારો બંધ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા અહિં ક્લિક કરો
પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ ચકાસવાઅહિં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર જવા અહિં ક્લિક કરો

પાનકાર્ડ આધારકાર્ડ લિંક નહી હોય તો કેટલા રુપિયા ચાર્જ લાગે?

જો તમારુ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહી હોય તો તમને રુ.૧૦,૦૦૦/- સુધીનો દંડ થઈ શકે છે. જેથી વહેલા ધોરણે પાનકાર્ડને લિંક કરવું ફરજિયાત છે. હાલમાં પાનકાર્ડ લિંક કરવા માટે તમે રૂ.૧૦૦૦/- ભરીને લિંક કરી શકો છે. પરંતુ તમે ૩૦ જુન સુધીમાંં પાનકાર્ડ લિંક નહી કરો તો તમને ૧૦,૦૦૦/- દંડ થઈ શકે છે. તેમજ તમારુ પાનકાર્ડ બંધ કરવામાં પણ આવે શકે છે.

Leave a Comment