પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત ફોર્મ શરુ 2023 । Pandit Dindayal upadhyay avas yojana gujarat Apply Online 2023

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઓનલાઇન અરજી શરુ: સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત રાજ્યના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી – વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકામ સહાય આપવાની આ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલમાં મુકેલ છે. જેના ફોર્મ ભરવાવાના શરુ થયેલ છે જે તા.૦૧/૦૫/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે યોજના અંગેની આજે આપણે વાત કરીશું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે

આ યોજના હેઠળ  ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આ યોજના હેઠળ આવાસ આપવા માટેની આ યોજના છે.

યોજનાનું નામપંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત
યોજનાનો ઉદ્દેશસામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી – વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકામ સહાય આપવા
મળવાપાત્ર સહાયની રકમત્રણ હપ્તામાં રુ.૧,૨૦,૦૦૦/- ની સહાય
ઓફિશિયલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
અરજીનો સમયગાળોતા.૦૧/૦૫/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩
ઓનલાઈન અરજી કરવા અંગેની વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/

પાત્રતાના માપદંડ

  • લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી – વિમુક્ત જાતિનો હોવો જોઈએ.
  • ઘર વહોણા અરજદારોને  ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.

આવક મર્યાદા

  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નવી આવક મર્યાદા ૬,૦૦,૦૦૦ લાખ કરવામાં આવેલ છે.

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.

કુલ ત્રણ હપ્તામાં રુપિયા ૧,૨૦,૦૦૦/- ચુકવવામાં આવશે.

પ્રથમ હપ્તોરૂ. ૪૦,૦૦૦/- સહાય
બીજો હપ્તોરૂ. ૬૦,૦૦૦/- સહાય
ત્રીજો હપ્તોરૂ. ૨૦,૦૦૦/- સહાય

રજુ કરવાના ડોક્યુમેંટ

પંડિત દિનદયાળ આવાસ યોજનામાં લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે.

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે  e samaj kalyan portal ખોલવાનું છે. રહેશે.
  • હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  •  જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  •  જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
  •  જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  •  નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
  • Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
  • ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
  • ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
  • છેલ્લે, પ્રિન્‍ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટીફિકેશન ૨૦૨૩-૨૪અહિ ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર જવાઅહિં ક્લિક કરો
અરજીનું સ્ટેટસ ચેક કરવાઅહિં ક્લિક કરો
નવા યુઝરનું રજીસ્ટ્રેશન કરવાઅહિં ક્લિક કરો
ફોર્મ ભરવાની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવાઅહિં ક્લિક કરો
અમારા હોમપેજ પર જવાઅહિં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

પંડિત દીનદયાળ આવાસ યોજના વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે ?

લાભાર્થીને 1 લાખ 20 હાજર રૂપિયા સહાય.

મકાન બાંધકામ માટે કયા પ્રકારની જમીનનો ઉપયોગ કરી શકાય છે ?
(1) સ્વ-માલિકીની પ્લોટ/મકાનની જમીન (પોતાના કાચા માટીના મકાન)
(૨) વારસાગત જમીનનો માલિક
(3) રાવલા રાઇટ્સ અને રીવોર્ડ લેન્ડ એક્ટ હેઠળ સંપત્તિના માલિક

આ યોજના માટે કોણ પાત્ર છે ?
શહેરો અને ગામડાઓમાં રહેવાની રહેતા લાભાર્થી માટે તેમના નામ પર પોતાનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મેળવનારાઓને આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કે પોતાના કાચા મકાન પર મળવાપાત્ર છે.

Leave a Comment