રેશન કાર્ડ Ration Card Service Online 2023
સામાન્યતઃ રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્યોની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે. બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે.
એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્તુઓ દીઠ વ્યક્તિગત કુપનો પ્રિન્ટ કરી આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડની જન સંખ્યા, જે દુકાનમાંથી જથ્થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર ચીજ વસ્ત્ુની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ દર્શાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે.
કુપનશીટના વચ્ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪ સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્યકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના માસ દરમ્યાન મેળવેલ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાની નોંધ પણ કરાવવાની રહે છે. આવનાર દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી આવશ્યક ચીજ વસતુઓનો જથ્થો મેળવી શકે છે તે માટેની વ્યવસ્થા આપવા પણ વિચારણા હેઠળ છે.
Ration Card Service Online 2023
બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયો મેટ્રીક આધારિત કુપનની પદ્ધતિના અમલ થકી વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીનના રીટેલર કે ફેરીયા ઉપર જણાવ્યા પ્રમાણે મેળવેલ કુપનનો પોતાની અનુકૂળતાએ, પણ કોઇપણ સંજોગોમાં, માસના અંત પહેલા ઇગ્રામ/સાયબર કાફેની મુલાકાત લઇ વંચાણ કરાવવાની રહેશે. આવનાર દિવસોમાં વાજબી ભાવના દુકાનદારો કે કેરોસીનના ફેરીયાઓ / રીટેલરોએ કુપન પદ્ધતિએ માસ દરમ્યાન જે વસ્તુઓનું વેચાણ કરેલ હશે તે મુજબ આવશ્યક ચીજ વસ્તુના જથ્થા માટે તે પછીના મહિનાની પરમીટ મળવી શકશે. આ મુજબની વ્યવસ્થા ટુંકસમયમાં કરવામાં આવશે.
રેશનકાર્ડ ને લગતા પ્રશ્નો તેમજ જવાબ
કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે?
- જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થ્ળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.
- નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
- હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્ય જિલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
- વિજળી બીલ
- ઇન્કમટેક્ષ પાનકાર્ડ
- ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્કતના વેરાના બીલ
- ડ્રાયવીંગ લાયસન્સ
- ટેલીફોન મોબાઇલ બીલ
- ચુંટણી ઓળખપત્ર (જે સભ્યોએ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ)
- રાંધણગેસની પાસબુક
- પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ
- ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
- નરેગાનું જોબકાર્ડ
- બેંકની પાસબુક
- કિસાન ક્રેડીટકાર્ડ
- ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્ય વ્યકિતના નામ અને તેમની સાથેનો સંબંધ, અભ્યાસ, ધંધો, આવક અને અન્ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે.
- અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
- રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
- જે સભ્ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)
- જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
- કુટુંબના જે સભ્યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે.
- નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.
- આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર :- ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ પર જણાવી શકશો.
સીટીઝન ચાર્ટર
ક્રમ | વિગત | સમય મર્યાદા (દિવસોમાં) |
---|---|---|
૧ | નવા રેશનકાર્ડ માટેની અરજી | ૧૫ દિવસ |
૨ | રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે | ૧ દિવસ |
૩ | રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે | ૧ દિવસ |
૪ | રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે | ૭ દિવસ |
૫ | રેશનકાર્ડમાં નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે | ૧ દિવસ |
૬ | રેશનકાર્ડમાં સરનામામાં સુધારો કરવા માટે | ૧ દિવસ |
૭ | રેશનકાર્ડમાં ગાર્ડિયનની નિમણૂક કરવા માટે | ૭ દિવસ |
૮ | ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવવા માટે | ૭ દિવસ |
૯ | પેટ્રોલિયમ ઉત્પાદન માટેના લાયસન્સ | ૪૫ |
૧૦ | પેટ્રોલિયમના ઉત્પાદકોના સ્થળ બદલવા માટે | ૩૦ |
૧૧ | વાજબી ભાવની દુકાનને મંજૂરી આપવા માટે | ૫૦ |
૧૨ | સંસ્થા-એજન્સી માટે કેરોસીનની પરમિટ | ૩૦ |
૧૩ | સફેદ કેરોસીનના મુક્ત બજારમાં વેચાણ માટે રજીસ્ટ્રેશન | ૩૦ |
કાર્ડ નો પ્રકાર અને કાર્યપદ્ધતિ
બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો
- ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/- થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચ સભ્યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું)
- અરજદાર ખેતમજૂર હોવો જોઇએ.
- અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ.
- બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઇન્દીરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઇએ.
- અરજદાર કુટુંબના ભરણપોષણ માટે મજૂરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઇએ.
અંત્યોદય અન્ન યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નકકી કરવાના ધોરણો
- જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સમાન ઉચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ, વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.
- વિધવા સંચાલિત કુટુંબો અથવા બિમાર વ્યકિતઓ/અશકત વ્યકિતઓ/૬૦ વર્ષની ઉંમરની વ્યકિતઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યકિતઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન અથવા સામાજિક આધાર ન હોય.
- વિધવાઓ અથવા બિમાર વ્યકિતો અથવા અશકત વ્યકિતઓ અથવા ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યકિતઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલ પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઇ સાધન ન હોય.
- તમામ આદીમ આદિવાસી કુટુંબો.
- બી.પી.એલ. કાર્ડધારક એચઆઇવીગ્રસ્ત વ્યકિત
- બી.પી.એલ. કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્ત
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશકત વ્યકિતઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તે તમામ વ્યકિતઓ.
બારકોડેડ રેશનકાર્ડના કોડ
ક્રમ | કેટેગરી | કોડ |
---|---|---|
૧ | એપીએલ-૧ | કોડ-૧ |
૨ | એપીએલ-૨ | કોડ-૨ |
૩ | બીપીએલ | કોડ-૩ |
૪ | એએવાય | કોડ-૪ |
નવા બાર કોડેડ રેશન કાર્ડની કિંમત
હયાત જૂના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ તથા વિભાજન કરી આપવામાં આવતા બારકોડેડ રેશનકાર્ડ વિના મૂલ્યે આપવામાં આવે છે. તદન નવા તથા ડુપ્લીકેટ બારકોડેડ રેશનકાર્ડની કિંમત નીચે મુજબ છે.
ક્રમ | કેટેગરી | કાર્ડની કિંમત રૂ. | ડુપ્લીકેટ કાર્ડની કિંમત રૂ. |
---|---|---|---|
૧ | એપીએલ-૧ | ૨૦/- | ૩૦/- |
૨ | એપીએલ-૨ | ૨૦/- | ૪૦/- |
૩ | બીપીએલ /અગ્રતા ધરાવતા કુટુંબો | નિ:શુલ્ક | ૫/- |
૪ | એએવાય | નિ:શુલ્ક | ૫/- |
મહત્વપૂર્ણ લિંક
નિયત નમૂનાનું ફોર્મ ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા | અહિ ક્લિક કરો |
વારંવાર પૂછાત પ્રશ્નો
મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?
- રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૯ (નવ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
મને બારકોર્ડેડ રેશનકાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે?
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
- અરજી પત્રક નમુના -૨ (બે) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
- ફોર્મ ભરતી વખતે જરુરી વિગતો સાથે રાખવાની માહિતી માંટે અહી ક્લીક કરો.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?
- જરુરી પુરાવાની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.
જે કાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોીના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
- અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
- અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
- વધુમાં નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા તેમજ નામ કમી કરવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?
ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?
સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બાર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તારના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.
બારકોર્ડેડ રેશનકાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે?
- રેશનકાર્ડમાં ઉપલબ્ધ શ્રેણીઓની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.
નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?
નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.
જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ ના જનસેવા કેન્દ્રોડ અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે.
એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
- અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
- વધુમાં રેશનકાર્ડ વિભાજનથી મેળવવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.