RTE એડમિશન ૨૦૨૩-૨૪ ગુજરાત rte.orpgujarat.com

સરકારશ્રી દ્રારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ થી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળ અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં ૨૫ ટકા પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ આર.ટી.ઈ એડમિશન માટે જાહેરાત કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં નિશુલ્ક પ્રવેશ આપવા માટે વંચિત અને નબળા જૂથના બાળકોમાં નીચે મુજબના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.

(૧) અનાથ બાળક

(૨) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક

(૩) બાલગૃહના બાળકો

(૪) બાળ મજૂર/સ્થળાંતરિત મજૂરના બાળકો

(૫) મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો.શારીરિક રીતે વિકલાંક અને વિકલાંક ધારા-૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો

(૬) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી) ની સારવાર લેતા બાળકો

(૭) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો

(૮) જે માતા-પિતાને એકમાત્ર બાળક હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી

(૯) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો

(૧૦) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST,SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુબના બાળકો

(૧૧) અનુસૂચિત જાતિ (SC)  અને અનુસૂચિત જનજાતિ (ST) ના બાળકો

(૧૨) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગના બાળકો

(૧૩) સામાન્ય કેટેગરી (બિન અનામત વર્ગ) ના બાળકો

આ નિયમો હેઠળ રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં ઓછામાં ઓછા ૨ વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને અગ્રતાનો લાભ મળી શકશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાનું શરુ થયાની તારીખ૩૦/૦૩/૨૦૨૩
ફોર્મ ભરવાની છેલી તારીખ૧૧/૦૪/૨૦૨૩

આવક મર્યાદા

ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે. સૌથી ઓછી આવક ધરાવતા કુંટુબના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવેશે.

ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)

  • રહેઠાણ નો પુરાવો (- આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
  • વાલીનું જાતીનું પ્રમાણપત્ર
  • ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ)
  • વાલીની આવકનું પ્રમાણપત્ર
  • બીપીએલ અંગેનું પ્રમાણપત્ર
  • બાળકનું આધારકાર્ડ
  • વાલીનું આધારકાર્ડ
  • બેંકની વિગતો (બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ)

RTE હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમ પસંદ કરી શકાય ?

આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્‍દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.

શાળા ફાળવણી કેવી રીતે થશે?

શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.

  1. અનાથ બાળક
  2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
  3. બાલગૃહનાં બાળકો
  4. બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
  5. મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
  6. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
  7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
  8. જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
  9. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  10. ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
  11. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
  12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
  13. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.

કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ?

વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ ૧ અથવા ૨ શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. આથી નજીકનાં વિસ્તારની વધુ શાળાઓ પસંદ કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગીક્રમ આપની અનુકુળતા મુજબનો હોય તેનુ ધ્યાન રાખવું. કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભુલી જાય છે. જે યોગ્ય નથી. આથી, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. ભળતા નામવાળી બીજી શાળા પસંદ ન થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદ કરવી.

વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય?

શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.

ફોર્મ ભર્યા પછી ભુલ જણાય તો શુ કરવું?

જયાં સુધી આપ confirm (કન્ફર્મ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી , શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.

ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવું?

વેબપોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડૉક્યુમેન્ટસ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ક્યાય જમા કરાવવાનું નથી.

પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?

આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઇ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઇ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય?

ઓનલાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવાળા કમ્પ્યુટરથી તથા મોબાઈલ પર પણ સીધા http://rte.orpgujarat.com વેબપોર્ટલ પરથી ભરી શકાશે. કોઇપણ જગ્યાએથી ફોર્મ ભરતા હોય પણ તેમાં આપની કેટેગરી , શાળા, માધ્યમ વગેરે તમામ માહિતીની ચોકકસાઇ કર્યા બાદ જ ફોર્મ કન્ફર્મ કરવું. આપ મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો. જે માટે તમારે

પ્રવેશ માટેની ઉંમર (વયમર્યાદા)

આર.ટી.ઈ અંતર્ગત ધોરન-૧માં પ્રવેશ માટે અરજી કરનાર બાળકે પ્રવેશની તારીખે ઉંમરનું છ્ઠ્ઠુ વર્ષ પુરૂ થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ. તેમ છતા, જો બાળક પાંચ વર્ષની ઉંમર પુરી થયે પ્રવેશ મેળવવા માંગતુ હોય તે તેને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેણે તે વર્ષના જુન મહિનાની ૧લી તારીખે પાંચ વર્ષની ઉંમર પુરી કરેલી હોવી જોઈશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી ધોરણ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ૧લી જુનના રોજ પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈશે.

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી?

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.

ધોરણ-૧માં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરીથી ધોરણ-૧ માં આર.ટી.ઈ હેઠળ અરજી કરી શકાય?

આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ  પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.

પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે?

આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

વાલીમિત્રો માટે ખાસ સુચનાઓ

  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા નીચે મહત્વપૂર્ણ લિંકમાં દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
  • રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળીબીલ / પાણી બિલ / ચુંટણી કાર્ડ / રેશનાકાર
  • રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળીબીલ / પાણી બિલ / ચુંટણી કાર્ડ / રેશનાકાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા-કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહિ.)
  • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું,
  • ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહિ.
  • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

મહત્વપૂર્ણ લિંક

અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહિ ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટેઅહિ ક્લિક કરો
ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ જાણવાઅહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) માટેઅહિ ક્લિક કરો
તમારી અરજીની સ્થિતિ જાણવા અહિ ક્લિક કરો
અરજીની પ્રિન્ટ કરવા અહિ ક્લિક કરો
પ્રવેશપત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો
શાળાઓની યાદી (લિસ્ટ) જોવાઅહિ ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQ

ફોર્મ ભર્યા બાદ ભુલ જણાય તો શું કરવું?

  • ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. 

RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?

નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.

  1. પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી  નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  2. આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્‍ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
  3. એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
  (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કર્યું પ્રમાણપત્ર જોઈશે?

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે?

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.

શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શું કરશો?

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.

RTE પ્રવેશનાં પ્રથમ રાઉન્ડનાં અંતે બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?

હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉ‍ન્‍ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્‍ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉ‍ન્‍ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્‍ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્‍મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્‍ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉ‍ન્‍ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્‍ડ બાદ અને બીજા રાઉન્‍ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.

Leave a Comment