ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાઓની શરૂઆત કરેલ છે. જેમાં ખેડુતો માટે સ્માર્ટફોન યોજનાની પણ જાહેરાત કરેલ છે. ખેડુતોને સ્માર્ટફોન ખરીદવા સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવે છે. જેના થકી સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેડુત ખેતી વિષયક માહિતીની આપલે કરીને ફોટોગ્રાફી, મેઈલ, વિડિયોથી માહિતી મોકલી શકે તેમજ માહિતગાર થઈ શકે.
સ્માર્ટફોન સહાય યોજના
યોજનાનું નામ | ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023 |
યોજનાનું ઉદ્દેશ્ય | ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું |
મળવાપાત્ર લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા ૬૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે. |
કેટલીવાર સહાય મળવાપાત્ર થશે | ફક્ત એક વાર |
ફોર્મ ભરવાની તારીખ | 15-05-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતોનુ ડીજીટલાઇઝેશન કરવાનું તેમજ ખેતી વિષયક માહિતીની આપલે કરીને ફોટોગ્રાફી, મેઈલ, વિડિયોથી માહિતી મોકલી શકે તેમજ માહિતી મેળવી શકે.
સ્માર્ટફોન સહાય યોજનાના લાભાર્થીની પાત્રતા
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
- જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
- જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
- મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
મળવાપાત્ર સહાય
સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા ૬૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે.
સ્માર્ટફોન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- લાભાર્થીની આધાર કાર્ડની નકલ
- સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
- ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
- 8-અ ની નકલ
- ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
- બેંક ખાતાના પાસબુકની નકલ
સ્માર્ટફોન સહાય યોજના ખરીદીના નિયમો
- મોબાઈલ ફોન મેળવવા માંગતા ખેડુતે સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
- ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
- જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
- ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.
સ્માર્ટફોન યોજનાના લાભ માટે કોણ અરજી કરી શકશે?
ગુજરાત સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક :
સ્માર્ટફોન માટે ઓનલાઈન ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓની માહિતી માટે | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.