ગુજરાત સરકારે ખેડૂતો માટે મોબાઈલ ફોન (સ્માર્ટ ફોન) સહાય જાહેર કરી ઓનલાઇન અરજી I-ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે : Smartphone Scheme For Farmer Gujarat 2023

Smartphone Scheme For Farmer Gujarat 2023: ગુજરાત સરકારના ખેતી નિયામકની કચેરી,ગાંધીનગરના નોડલ અધિકારીશ્રી (આઈ.ટી) અને નાયબ ખેતી નિયામક દ્વારા તારીખ-11/05/2023 ના રોજ પ્રેસનોટ આપી જાહેરાત કરી છે કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના પૈકી પૈકી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. ઉક્ત બાબતો ધ્યાને લઇ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોટ પ્રસિધ્ધ કરવા તથા લોકલ ટી.વી. ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર- પ્રસાર કરવા જનવાવામાં આવ્યું છે જે મુજબ આપણે અહી મોબાઈલ ફોન (સ્માર્ટ ફોન) સહાય યોજના વિષે વિગતે માહિતી નીચે મુજબ છે.

Smartphone Scheme For Farmer Gujarat 2023 Overview

યોજનાનું નામમોબાઈલ ફોન (સ્માર્ટ ફોન) સહાય ગુજરાત 2023
ઉદ્દેશ/યોજનાનો હેતુ ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જિવાત નિયંત્રણની તકનીકી જાણકારી માટે
કોને મળશે લાભ ?રાજ્યના ખેડૂતોને
સહાયની વિગત રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
અરજીનો પ્રકાર ઓનલાઈન
ઓનાલાઈન અરજી શરૂ તારીખ 15/05/2023
ઓફિશીયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

મોબાઈલ ફોન (સ્માર્ટ ફોન) સહાય ગુજરાત 2023નો હેતુ/ઉદ્દેશ

કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઇ.ટી. ટેકનોલોજીનાં ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અધ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જિવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા વિગેરે જેવી બાબતો માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. સ્માર્ટફોન વપરાશકારનાં હાથમાં આસાનીથી રહી શકે, ફોટોગ્રાફ્સ, ઇ-મેઇલ, ટેક્ષ્ટ તથા મલ્ટીમીડિયા જેવા મેસેજની આપલે થઇ શકે. ડિજિટલ કેમેરા, મલ્ટીમીડિયા પ્લેયર, જી.પી.એસ., ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિગેરે જેવી સુવિધા સાથેનો સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદે તથા રાજ્યનાં ખેડૂતો સ્માર્ટફોન થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે હેતુસર આ યોજના લાગુ કરવાં આવી છે.

મોબાઈલ ફોન (સ્માર્ટ ફોન) સહાયની વિગત

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.

  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે. અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

લાભાર્થીની પાત્રતા :

આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આયોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.

લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ :

આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા i-khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રીન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.

અરજીઓની ચકાસણી અને પાત્રતા નકકી કરવાની કાર્ય પદ્ધતિ:

અરજદાર તરફથી i-khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત વિસ્તરણ અધિકારી(ખેતી) તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા/બિનપાત્રતા નકકી કરી – khedut પોર્ટલમાં પોતાના લોગ ઇન એકાઉન્ટમાંથી યોજના હેઠળની અરજીઓનું પાત્રતા/બિનપાત્રતા સ્ટેટસ નિયમિત અપડેટ કરવાનું રહેશે. સંજોગોવશાત પાત્રતાના સ્ટેટસમાં ફેરફાર કરવાનો થાય તો દિન- ૧૫માં જિલ્લા ખેતીવાડી અધિકારીની મંજૂરીથી કરી શકાશે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આવા ફેરફાર મંજૂરીના કારણો નોંધવાના રહેશે.

અરજીઓની મંજૂરી અને સહાય ચૂકવણી અંગેની કાર્યપદ્ધતિ :

(ક) ચાલુ વર્ષે ખેતી નિયામકશ્રી દ્વારા નિયત થયેલ સમય પત્રક મુજબ આ યોજના હેઠળ આઇ- ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાની રહેશે. નિયત કરેલ લક્ષ્યાંક મુજબ એક લાખ લાભાર્થીની સંખ્યા જિલ્લા વાર પ્રો-રેટા બેઝિઝ ઉપર ખેતી નિયામકશ્રી દ્વારા ફાળવી આપ્યા પછી દરેક જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક જેટલી જ અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે મેળવવાની રહેશે તથા તેની નિયમાનુસાર લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે પૂર્વ મંજૂરી આપવાની કામગીરી નિયમિત ધોરણે કરવાની રહેશે. નિયત સમય મર્યાદામાં મળેલ કુલ પાત્રતા ધરાવતી અરજીઓની સંખ્યા જે તે જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક કરતા ઓછી હોય તો ખેતી નિયામક દ્વારા જરૂરિયાત મુજબ આઇ ખેડૂત પોર્ટલની મુદત વધારવા કાર્યવાહી કરવાની રહેશે.

(ખ) લક્ષ્યાંકની મર્યાદામાં મળેલ પાત્રતા ધરાવતી અરજીઓને તાલુકા અમલીકરણ અધિકારીએ મંજૂર કરી સબંધિત અરજદારને પૂર્વ મંજૂરી પત્ર આપવાના રહેશે.

(ગ) I-Khedut પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી/કર્મચારીના લોગઇન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાની ઓનલાઇન નોંધણી કરવાની રહેશે અને યોજના હેઠળના ઘટક માટે મંજૂર કરાયેલ અરજીની સબંધિત અરજદારને તેઓના સરનામે લેખીત ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં એસએમએસ (sms)/ ઇ- મેઇલ/અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવાની રહેશે.

(ઘ) પસંદ થયેલ લાભાર્થીઓનીએ પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન.૧૫માં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.

(ચ) નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટની યાદી

આ નીચે જણાવેલ ડોક્યુમેન્ટની જરુર રહેશે.

(i) સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ

(ii) મોબાઇલનો IMEI નંબર,

(iii) ૮-અ ની નકલ

(iv) રદ કરેલ ચેક

(v) આધાર કાર્ડની નકલ

સબંધિત કચેરીએ સાધનિક પુરાવસહ અરજી મળ્યેથી જરૂરી ચકાસણી કરી I-Khedut પોર્ટલ પર અરજીનું સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ સ્માર્ટફોન પર સહાયની રકમનું અરજદાર ખેડૂતને ચુકવણું કરવા સારૂ ખેતીવાડી ખાતાનાં સક્ષમ અધિકારીએ ચુકવણા દરખાસ્ત તૈયાર કરી ચુકવણાં અર્થે સબંધિત નોડલ એજન્સીને મોકલી આપવાની રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં નીચે આપેલ છે

  • સૌ પ્રથમ તમારે Ikhedut પોર્ટલ @  ikhedut.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • તમને વેબસાઇટના હોમપેજ પર, તમારે “ખેડૂતો માટે ગુજરાત સ્માર્ટફોન યોજના” વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર છે.
  • તે પછી, તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ પરની તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે તમારે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • અંતે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટેની ગુજરાત સ્માર્ટફોન યોજના માટે તમારી નોંધણી પૂર્ણ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટે અહિ ક્લિક કરો
આવી બીજી અન્ય યોજના ભરતીની માહિતી માટેઅહિ ક્લિક કરો
વોટ્સએપ ગૃપ જોઇન કરો અહિ ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો

મહત્વની તારીખ

અરજીની શરૂઆતની તારીખ 15/05/2023

સ્માર્ટફોન સહાય યોજનાના FAQ


ખેડૂતો માટેની નવી યોજનાને લઈને શહેરીજનોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે લાભ કોને મળે છે, કેવી રીતે મળે છે વગેરે મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.

ખેડૂત સ્માર્ટ સહાય ક્યારે લાગુ કરવામાં આવે છે?
આ યોજના 20/11/2021 ના ​​રોજ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે.


ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ લાભની ટકાવારી કેટલી છે?
ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.


ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ Ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ખેડૂત સ્માર્ટફોન યોજના માટે ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ ક્યાં જમા કરાવવી જોઈએ?
આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા પછી, તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂત દ્વારા સહી કરવાની રહેશે અને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) દ્વારા સબમિટ કરવાની રહેશે.

Leave a Comment