સુકન્યા સમૃધ્ધિ યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ । સુકન્યા યોજનાની માહિતી । Sukanya Samriddhi Yojana Gujarat 2023-24

દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, ૨૦૧૫ માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF એકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને ૧૮ વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાતુ કેવી રીતે ખોલાવી શકાય ?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો.

  • ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .
  • પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી એટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
  • પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
  • તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.

સુકન્યા સમૃધ્ધિ યોજનાની ખાસિયત

  1. દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
  2. જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકા હિસાબે વ્યાજ મળે છે.
  3. નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
  4. જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.

સુકન્યા સમૃધ્ધિ યોજના અંગેની સુચનાઓ

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.  આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

ક્યારે પૈસા કાઢી શકાય?

દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધી ઉપાડી શકાય છે. આ લાંબાગાળાની રોકાણ યોજના છે અને રોકાણકારોને પાકતી મુદ્દતે સારી એવી રકમ આપે છે.

કયા સંજોગોમાં ખાતું બંધ કરી શકાય?

  • ખાતું ખોલાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ખાતું બંધ કરી શકાય છે
  • કોઈ ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ખાતાધારકને આ ખાતું બંધ કરવાની છૂટ છે.
  • જો ખાતાધારક આર્થિક સંકડામણને કારણે આ યોજનામાં પૈસા જમા કરાવવામાં અસમર્થ હોય તો પણ ખાતું બંધ કરી શકે છે
  • ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર આ ખાતું કોઈપણ સંજોગોમાં બંધ કરી શકાતું નથી

બેંકમાં ખાતુ ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

મહત્વપૂર્ણ લિંક

ખાતુ ખોલાવવા માટેનું ફોર્મ ૧ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
ખાતુ ખોલાવવા માટેનું ફોર્મ ૨ ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે


Leave a Comment