[Latest Updates] પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023 | Tar Fencing Yojana Gujarat 2023

Tar Fencing Yojana Gujarat 2023: ગુજરાત સરકાર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2023ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઓફિસિયલ ઠરાવ કરીને ગુજરાતના ખેડૂતોને પાક સંરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ સહાયની જાહેરાત કરી છે. આ તાર ફેન્સીંગની સહાય આપવા માટે સરકારે અંદાજપત્રીએ મર્યાદામાં જે જોગવાઈ કરી હતી એમાં કેવી રીતે મળશે સહાય જેને ઓફિશિયલ ઠરાવની આ આર્ટિકલમાં એની વિગતો આપવામાં આવામાં આવી છે આ શાહી મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023

યોજનાનું નામપાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
રાજ્યગુજરાત
સહાયરનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in
તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023

ગુજરાતના ખેડૂતો માટેની તાર ફેન્સીંગ યોજના 2023નો ઉદ્દેશ

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના છે.

તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023ની વિગવાર નવા ઠરાવ મુજબ માહીતી

  • આ યોજના અંતર્ગત રૂ.૩૫૦૦૦.૦૦ લાખ (રૂ ૩પ૦ કરોડ) ની અંદાજપત્રીય મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જૂથમાં તેમની જમીનનું કલસ્ટર બનાવી અરજી કરવાની રહેશે.તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૨(બે)હેકટરનો વિસ્તાર(ક્લસ્ટર)માન્ય રહેશે.
  • દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા નક્કી કરવાના રહેશે,
  • જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓનાજુથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા ૨૦૦/- અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦%,બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મંજૂર કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ ખેડૂત ખેડૂતોએ જૂથમાં i-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે અરજીઓવહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. મળેલ અરજીઓને પૂર્વ મંજૂરી આપવાની તેમજ ચૂકવણાની પ્રક્રિયા ચાલુ વર્ષની બજેટ જોગવાઈ મુજબ કરવાની રહેશે. I-khedutપોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી/કર્મચારીના લૉગઇન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાની ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તથા યોજના હેઠળના ઘટક માટે પૂર્વ મંજૂર કરાયેલ અરજીઓની સંબંધિત અરજદારોને તેઓના સરનામે લેખિત/ઉપરાંત જ્યાં વાક્ય હોય ત્યાં એસ.એમ.એસ. / ઈ-મેઈલ/અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવાની રહેશે. વર્ષના અંતે બાકી રહે રદ કરવાની રહેશે.
  • અરજીને મંજૂરી આપતા પહેલા સ્થળ પર તાર ફેન્સીંગ કરેલ નથી તેની થર્ડ પાર્ટી ઇનસ્પેક્શનથી ચકાસણ તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ પણ થર્ડ પાર્ટી ઇનસ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે અને આખરી ચુકવ ઇનસ્પેક્શન રિપોર્ટ બાદ જ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઇનસ્પેક્શન માટેની એજન્સી નિયત કરવાની રહેશે.જેની નિયુક્તિ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.દ્વારા ઝોનવાર (ખેતી નિયામકશ્રી હસ્તકના વિભાગ મુજબ) ટેન્ડર પધ્ધતિથી
  • આ યોજનાનું અમલીકરણ ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા કરવાનું રહેશે.
  • આ યોજનાના અમલીકરણ અંગેની માગૅદશિકા/ગાઇફ્લાઇન પરિશિષ્ટ-૧ થી ૫ મુજબની રહેશે.
  • આ યોજનાના અમલીકરણ માટે થનાર ખર્ચના ૫% અન્ય વહીવટી ખર્ચ/ કંટીજન્સી ખર્ચ માટે ખર્ચ કરી શકાશે.
  • તાર ફેન્સીંગના ડિઝાઈન અને સ્પેસીફિકેશન પરિશિષ્ટ-૨ અને ૩ મુજબના રહેશે.
  • વિભાગ દ્વારા નક્કી કરેલ ડિઝાઇનથી હલકી ગુણવત્તા અથવા ઓછા માલ સામાનવાળી તારની વાડ ખેડૂત બનાવી શકશે નહીં, ખેડૂતના જુથ દ્વારા વધુ ખર્ચે ફેન્સીંગ બનાવવામાં આવે તો નિર્ધારિત સહાય ઉપરાંતનો ખર્ચ ખેડૂતોએ કરવાનો રહેશે.
  • ખેડૂત/ખેડૂતોએ વાડ બનાવ્યા પછી તેની નિભાવણી / જાળવણી સ્વખર્ચે કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એક જ વખત મળશે અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તે સર્વે નંબર માટે પુન: જુથના સભ્ય તરીકે આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • આ યોજનાનો અમલ સમગ્ર રાજયમાં કરવાના રહેશે.

તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023નો લાભ મેળવા પાંચ પરિશિષ્ટ રહેશ જે અનુસરવા પડશે.

  • પરિશિષ્ટ-1 સામાન્ય શરતો અને બોલ્યો
  • પરિશિષ્ટ-2 પાક સંરક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેના સ્પેસિફિકેશન તથા ડિઝાઇન
  • પરિશિષ્ટ-3 સ્પેસિફિકેશન
  • પરિશિષ્ટ-4 કબુલાત નામુ
  • પરિશિષ્ટ-5 જૂથમાં કામગીરી માટે (ઘોષણા-પ્રમાણપત્ર)

મહત્વપૂર્ણ લિંંક

તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2023 ઠરાવઅહી ક્લિક કરો
એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

FAQs (વારંવાર પુછાતા પ્રશ્નો)

તાર ફેન્સીંગ યોજના 2023 શું છે?

તાર ફેન્સીંગ યોજના 2023 એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને પશુઓથી બચાવવા માટે અમલમાં મુકવામાં આવેલ યોજના છે.

તાર ફેન્સીંગ યોજના માટે કોણ પાત્ર છે?

ગુજરાત રાજ્યના ખેડૂતો તાર ફેન્સીંગ યોજના 2023નો લાભ મેળવવા માટે પાત્ર છે.

તાર ફેન્સીંગ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરાય ?

તાર ફેન્સીંગ યોજના 2023 માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજી કરવા માટે તમે સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જઈ શકો છો.

તાર ફેન્સીંગ યોજના 2023નો ઠરાવ કઈ તારીખે થયો છે ?


તારીખ: 5 સપ્ટેમ્બર, 2023ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઓફિસિયલ ઠરાવ કરેલ છે.

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!