સરકારશ્રીના નિયમ અનુસાર હાલમાં દરેક પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આધારકાર્ડને ઉપયોગ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. ઘણી વાર આધારકાર્ડની અરજી કરતી વખતે નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જેવી નાની ભુલો થઈ જતી હોય છે. જેને સુધારવા માટે આપણે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. તેમજ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.
પરંતુ, હવે તમે તમારા આધારકાર્ડમાં વિવિધ વિગતો જેવી કે નામ, સરનામું, જન્મ તારીખ વગેરે ઘરેબેઠા સુધારી શકો છો. અને તેને તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. તેમજ અપડેટ કરેલુ આધારકાર્ડ ઘરે પણ મંગાવી શકો છો. જેની વિગતવાર માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
આધારકાર્ડના ફાયદા
- આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
- તમારા ઓળખકાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો.
- દરેક સરકારી કચેરીમાં અથવા કોઈ યોજનાનો લાભ લેવા આધારકાર્ડ જરુરી છે.
- તમારે કોઈ ડોક્યુમેન્ટ બનાવવા હોય જેવા કે આવકનું પ્રમાણપત્ર, પાનકાર્ડ વગેરે માટે આધારકાર્ડ જરૂરી છે.
- બેંકમાં ખાતુ હોય તો તમારે ફરજિયાત આધારકાર્ડ જમા કરાવવાનું રહે છે.
- સરકારી, બિન સરકારી, મોબાઈલના સીમકાર્ડ, બેંકિંગ વગેરે જગ્યાએ આધારકાર્ડની જરૂરીયાત રહે છે.
આધારકાર્ડમાં ઓનલાઈન કયા કયા સુધારા થઈ શકે?
- આપનું નામ
- આપના પિતાનું નામ
- મોબાઈલ નંબર
- સરનામું
- ફોટો
- જન્મતારીખ
- લિંગ (સ્ત્રી/પુરુષ)
- ઈ-મેઈલ આઈડી
આધારકાર્ડમાં કેવી રીતે સુધારો કરવો?
સ્ટેપ – ૧ | સૌ પ્રથમ UIDAI વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા મોબાઈલમાં http://uidai.gov.in/ ટાઇપ કરો. |
સ્ટેપ-૨ | વેબસાઇટની ઉપર ડાબી બાજુએ ઉપર ખુણામાં આપેલ My Aadhar ઓપ્શન સિલેક્ટ કરો. |
સ્ટેપ -૩ | પછી વેબસાઇટની ઉપર ડાબી બાજુએ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી અપડેટ યોર આધાર ઓપ્શનની નીચે અપડેટ ડેમોગ્રાફિક્સ ડેટા ઓનલાઈન વિકલ્પ પસંદ કરો. |
સ્ટેપ -૪ | ત્યારબાદ તમારે લોગિન કરવું પડશે જેના માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે. તમારે કેપ્ચા કોડ પણ નાખવા પડશે. |
સ્ટેપ-૫ | હવે તમારા નંબર પર એક OTP આવશે જે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. |
સ્ટેપ -૬ | પછી તમારે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. પછી તેમાં એક પેજ ખુલશે ત્યારબાદ Proceed to Update Aadhaar પર ક્લિક કરો. |
સ્ટેપ – ૭ | હવે તમારે જે અપડેટ કરવું છે તે પસંદ કરવાનું રહેશે. આમાંથી તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી, ફરી એકવાર Proceed to Update Aadhaar પર ક્લિક કરો. |
ત્યારબાદ તમારે જે પણ સુધારો કરવો હોય તેની વિગત નાખવાની રહેશે. તેમજ લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરી તમારી માહિતી એક વાર ચેક કરીને રૂ.૫૦ ની ચુકવણી કરવી પડશે. આમ તમારુ આધારકાર્ડ અપડેટ થઈ જશે.
આધારકાર્ડમાં કેટલીવાર સુધારો થઈ શકે?
નામ | બે વાર (જીવનકાળ દરમિયાન) |
જન્મ તારીખ | એક વાર (જીવનકાળ દરમિયાન) |
લિંગ | એક વાર (જીવનકાળ દરમિયાન) |
આધારકાર્ડમાં સુધારા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મતદાર આઈડી (ઈલેક્શન કાર્ડ)
- ડ્રાયવીંગ લાઇસન્સ
- પાન કાર્ડ
- ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ ની માર્કશીટ
- રેશન કાર્ડ
- યુનિવર્સિટી માર્ક શીટ
- બેંક એકાઉન્ટ
- ક્રેડીટ કાર્ડ
- અપંગતા ઓળખ કાર્ડ
- છેલ્લા ત્રણ મહિનાનું વીજ બિલ
- પોસ્ટ વિભાગ દ્વારા સરનામું કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહિ ક્લિક કરો |
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહિ ક્લિક કરો |
પીવીસી જેવુ આધારકાર્ડ બનાવવા | અહિ ક્લિક કરો |
એનરોલમેન્ટ સેન્ટર ચકાસવા | અહિ ક્લિક કરો |
આધારકાર્ડ અપડેટ થયુ કે નહિ તેનું સ્ટેટસ ચેક કરવા | અહિ ક્લિક કરો |