વડોદરા મહાનગરપાલિકામાં ૧૫ મા નાણાં પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિવિધ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો નીચે જણાવેલ લાયકાત, પગારધોરણ તેમજ અન્ય વિગતો ધ્યાનપૂર્વક વાંચી અરજી કરવાની રહેશે.
જગ્યાનું નામ
- મેડીકલ ઓફીસર
- સ્ટાફનર્સ
- એમ.પી.એચ.ડબલ્યુ (MPHW – Male)
- સિક્યોરીટી ગાર્ડ
- ક્લીનીંગ સ્ટાફ
પોસ્ટની વિગતે માહિતી
૧. મેડીકલ ઓફીસર
કુલ જગ્યા : ૭૪
શૈક્ષણિક લાયકાત : એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે.
પગાર : ૭૦,૦૦૦/- (ફિક્સ પ્રતિમાસ)
૨. સ્ટાફનર્સ
કુલ જગ્યા : ૭૪
શૈક્ષણિક લાયકાત : ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્રારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્રારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
પગાર : ૧૩,૦૦૦/- (ફિક્સ પ્રતિમાસ)
૩. એમ.પી.એચ.ડબલ્યુ (પુરુષ)
કુલ જગ્યા : ૭૪
શૈક્ષણિક લાયકાત : ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ નો વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
પગાર : ૧૩,૦૦૦/- (ફિક્સ પ્રતિમાસ)
૪.સિક્યોરીટી ગાર્ડ
કુલ જગ્યા : ૭૪
શૈક્ષણિક લાયકાત : ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
પગાર : ૧૦,૦૦૦/- (ફિક્સ પ્રતિમાસ)
૫.ક્લીનીંગ સ્ટાફ
કુલ જગ્યા : ૭૪
શૈક્ષણિક લાયકાત : ધોરણ ૪ પાસ, સફાઈની કામગીરી કરી શકે તેવો હોવો જોઈએ.
પગાર : ૧૦,૦૦૦/- (ફિક્સ પ્રતિમાસ)
વયમર્યાદા (કેટલી ઉંમર સુધીના અરજી કરી શકશે?)
પોસ્ટનું નામ | ઉંમર |
મેડીકલ ઓફીસર | ૬૨ વર્ષ સુધીના |
સ્ટાફનર્સ | ૪૫ વર્ષ સુધીના |
એમ.પી.એચ.ડબલ્યુ (પુરુષ) | ૪૫ વર્ષ સુધીના |
સિક્યોરીટી ગાર્ડ | ૪૫ વર્ષ સુધીના |
ક્લીનીંગ સ્ટાફ | ૪૫ વર્ષ સુધીના |
મહત્વપૂર્ણ લિંક
વિગતે જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહિ ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાનું શરૂ થયાની તારીખ | ૨૪-૦૩-૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલી તારીખ | ૦૩-૦૪-૨૦૨૩ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે ઓફીશિયલ વેબસાઈટ www.vmc.gov.in પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે હોમપેજ પર દર્શાવેલ Service માંથી Recruitment ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ વિવિધ જગ્યા માટેની વિગત દર્શાવતુ મેનુ ખુલશે. જેમાંથી આપ જે જગ્યા માટે ફોર્મ ભરવા માંગતા હોવ તેની સામે દર્શાવેલ Apply Online ઓપ્શન પર ક્લિક કરવાનુ રહેશે.
- ત્યારબાદ ફોર્મ ભરવાની અરજી ખુલશે જેમાં તમારુ નામ, સરનામુ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે માહિતી ભરી, ફોટો અપલોડ કરી ને છેલ્લે આપેલ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારુ ફોર્મ ભરાઈ જશે. જેની પ્રિન્ટ કાઢી લેવી.