ગુજરાત સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં ૧,૧૦,૦૦૦/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
વહાલી દિકરી યોજનાનો હેતુ
- દીકરીના જન્મદરમાં વધારવો કરવો.
- દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો.
- દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
- બાળલગ્ન થતા અટકાવવા.
વહાલી દિકરી યોજનાનો લાભ કોને મળશે?
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- ૦૨/૦૮/૨૦૧૯ ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક ૨ લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
વહાલી દિકરી યોજનાનો લાભ કેવી રીતે મળશે?
વહાલી દિકરી યોજનામાં ત્રણ હપ્તામાં રૂપિયા ૧,૧૦,૦૦૦/- મળશે.
પ્રથમ હપ્તો
જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ૪૦૦૦/- નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે.
બીજો હપ્તો
જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને ૬૦૦૦/- રૂપિયા મળવાપાત્ર થશે.
ત્રીજો હપ્તો
આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા ૧,૦૦,૦૦૦/- (એક લાખ રૂપિયા) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ
વહાલી દિકરી યોજનામાં ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
- માતા-પિતાના આધારકાર્ડ
- માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- લાભાર્થી દીકરી અથવા માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
વહાલી દિકરી યોજનાની અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
- જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” પાસે જવાનું રહેશે.
- લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
- ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
- છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંંક
વહાલી દિકરી યોજનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ઓફિશિયલ પરીપત્ર અને સ્વ-ઘોષણાપત્ર (Self-Declaration) ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
વહાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?
જવાબ: વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.
વહાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?
જવાબ: દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
શું વહાલી દિકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે?
જવાબ: હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
વહાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?
જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.
વહાલી દિકરી યોજના હેઠળ કેટલો લાભ મળશે ?
જવાબ : દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ ૧,૧૦,૦૦૦/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય