વિધવા સહાય યોજના । વિધવા સહાય યોજના ગુજરાત ૨૦૨૪-૨૫ । Vidhva Sahay Yojana Gujarat | vidhva sahay yojana online apply gujarat

વિધવા સહાય યોજના વિશે

ગુજરાત સરકાર દ્રારા નિરાધાર વિધવા મહિલા માટે સહાય આપવા અંગેની આ યોજના શરૂ કરેલ છે. આ યોજના પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવી વિધવા મહિલાઓ ને કે જેમને તેમના પતિના મૃત્યુ પછી જીવવા માટે આર્થિક મદદની જરૂર હોય છે અને  તેમના આત્મ વિશ્વાસને વધારવા અને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવાનો છે. સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે.

વિધવા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને ૨૧ વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

  • ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવા મહિલાઓ  મૃત્યુ પર્યંત વિધવા સહાય મળવાપાત્ર હોય છે.
  • BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય છે.
  • ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના (Destitute Widow Pension Scheme) – DWPS અંતર્ગત લાભાર્થીઓ જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

વિધવા સહાય યોજના માટે આવક મર્યાદા

  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦/- કરતાં વધુ ન હોવી જોઈએ.

વિધવા સહાય યોજનામાં સહાયની રકમ કેટલી મળવાપાત્ર છે?

આ યોજનામાં સહાયની રકમ દર મહિને ૧૨૫૦/- રુ

વિધવા સહાય યોજના માટે જરુરી ડોક્યુમેન્ટ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

વિધવા સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથામ લાભાર્થીએ ઉપર જણાવ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે.
  • ત્યારબાદ તમારી ગ્રામ પંચાયતના VCE પાસે જવાનું રહેશે.
  • તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને અરજી માટેનું ફોર્મ આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરશે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે. વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.

વિધવા સહાય યોજના અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  • NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  • Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  • ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  • લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકે છે.
  • Sanction Order No/Application No
  • Application Name
  • Mobile No. આમ ત્રણ રીતે તમે Stutus દેખી શકો છો.

વિધવા સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?

વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે “Indira Gandhi National Widow Pension Scheme” અને “Destitute Widow Pension Scheme(DWPS)” એમ બે સ્કીમના ધારા-ધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એક સમાન દર મહિને રૂપિયા ₹1250/- મળવાપાત્ર જ છે.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો
ઈન્દીરા ગાંધી નેશનલ વિડો પેન્શન માટેનું ફોર્મ ડાઉનલોડ કરવાઅહિ ક્લિક કરો

વિધવા સહાય સહાય યોજના માટે અરજી ફી

વિધવા સહાય યોજના હેઠળ પોતાને નામ નોંધાવવા માટે અને અરજી કરવા  ફક્ત ₹20/- રૂપિયાની અરજી ફી હોય છે અરજી તમારી નજીકના CSC સેન્ટર અથવા સરકારી ઓફીસ માં કરી શકો છો. અરજી ફોર્મ માટે pdf અમે નીચે આપેલ છે જેની પ્રિન્ટ કાઢવી ફોર્મ ભરી શકો છો.

વિધવા સહાય યોજના હેલ્પલાઈન નંબર :

વિધવા સહાય યોજનાની અરજી માટે હેલ્પલાઈન નંબર ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકો છો.

Leave a Comment